Home> India
Advertisement
Prev
Next

ડૉ. સુભાષ ચંદ્રાની અપીલ પર મળ્યો લોકોનો સાથ, #DeshKaZee ને આપ્યું જબરદસ્ત સમર્થન

ઝી એન્ટરટેઈન્મેન્ટના ફાઉન્ડર ડૉ. સુભાષ ચંદ્રાએ ષડયંત્ર રચનારા લોકોને ખુલ્લો પડકાર ફેંક્યો તો ઈન્વેસ્કોની ચાલ હવે તેના ઉપર જ ઉલટી પડતી જોવા મળી રહી છે અને લોકો ZEEL ના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

ડૉ. સુભાષ ચંદ્રાની અપીલ પર મળ્યો લોકોનો સાથ, #DeshKaZee ને આપ્યું જબરદસ્ત સમર્થન

નવી દિલ્હી: ઝી એન્ટરટેઈન્મેન્ટ સાથે સોની પિક્ચર્સના મર્જરની જાહેરાતનું ઈન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું અને શેર બજાર પણ ખુશખુશાલ થયું. આ ઉપરાંત શેરહોલ્ડર્સમાં પણ ભરોસો છે પરંતુ ઈન્વેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈન્મેન્ટના બોર્ડને બદલવાની જીદ પકડી બેઠું છે. ત્યારબાદ ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે એક ઈન્ટરવ્યુમાં ZEEL ના ફાઉન્ડર ડૉ.સુભાષ ચંદ્રાએ તે તમામ સવાલોના જવાબ આપ્યા જેને  દેશની જનતા અને કંપનીના શેરહોલ્ડર્સ પણ જાણવા માંગે છે. 

fallbacks

ZEEL ના સમર્થનમાં ઉતર્યા લોકો
ઝી એન્ટરટેઈન્મેન્ટના ફાઉન્ડર ડૉ. સુભાષ ચંદ્રાએ ષડયંત્ર રચનારા લોકોને ખુલ્લો પડકાર ફેંક્યો તો ઈન્વેસ્કોની ચાલ હવે તેના ઉપર જ ઉલટી પડતી જોવા મળી રહી છે અને લોકો ZEEL ના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ટ્વિટર યૂઝર્સ સતત #DeshKaZee સાથે ટ્વીટ કરી રહ્યા છે અને Zee સાથે પોતાના જોડાણના અનુભવો શેર કરી રહ્યા છે. 

'દેશના દરેક નાગરિકની ચેનલ Zee'
ગોરવ ગોયલ નામના એક યૂઝરે લખ્યું કે 'મને આ જાણીને આશ્ચર્ય થાય છે કે કેઈ રીતે વિદેશી તાકાતો Zee કંપનીના નિયંત્રણને લેવા માટે આતુર છે. પરંતુ હું યાદ અપાવી દઉ કે ઝી આ દેશના દરેક નાગરિકનું છે. એ વિચારવાની પણ હિંમત ન કરો.!!'

'દેશ હિતની વાત કરે છે  Zee News'
અનિલ સિંહ નામના એક યૂઝરે લખ્યું કે તેમાં કોઈ શક નથી કે  Zee News હંમેશા દેશ હિતની વાત કરે છે. હંમેશા સાચી અને સટિક ખબરો આપે છે. આથી  Zee News ને લોકો ખુબ પસંદ કરે છે. આશા છે, આ યાત્રા ચાલુ રહેશે. 

#DeshKaZee: ZEEL-INVESCO વિવાદ શું છે? ડો. સુભાષ ચંદ્રાએ આપ્યા તમામ સવાલોના જવાબ, તમે પણ જાણો

આ લોકો ZEE ના માલિક
અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે ZEEL ફાઉન્ડર ડૉ. સુભાષ ચંદ્રાએ સૌથી મોટા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ZEEL ના માલિક કોઈ એક વ્યક્તિ નથી. તેઓ પોતે પણ પોતાની જાતને તેના માલિક ગણતા નથી. તેમણે 2.5 લાખ શેર હોલ્ડર, આ દેશના 90 કરોડ અને વિદેશના 60 કરોડ દર્શકોને ઝી ટીવીના માલિક ગણાવ્યા

#DeshKaZee: ZEEL-Sony ડીલ વિરુદ્ધ ચીનનું મોટું ષડયંત્ર, કોર્પોરેટ જૂથના હાથમાં Invesco નું રિમોટ, સમજો આખી કહાની

ડૉ. સુભાષ ચંદ્રાની સાથે દેશ
ડૉ. સુભાષ ચંદ્રાએ ઈન્વેસ્કોના ષડયંત્રના સવાલ પર જવાબ આપતા કહ્યું કે જો તેઓ આ કંપનીને ટેકઓવર કરવા માંગતા હોય તો ગેરકાયદેસર રીતે તે શક્ય નથી. વિદેશી રોકાણકારોએ પણ દેશના કાયદાનું પાલન કરવું પડશે. આ મામલે ડૉ. સુભાષ ચંદ્રાએ આ વિદેશી રોકાણકારોને કહ્યું કે તમે શેર હોલ્ડર છો, માલિક બનવાની કોશિશ ન કરો. ડૉ. ચંદ્રાએ દેશને અપીલ પણ કરી કે દેશની પોતાની ચેનલ, એકમાત્ર રાષ્ટ્રવાદી ચેનલને વિદેશી કંપનીઓના હાથમાં ન જવા દો. આ દરમિયાન તેઓ દેશની ચેનલ ZEE ની યાત્રા પર વાત કરતા ભાવુક પણ  થઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More