Home> India
Advertisement
Prev
Next

આ જમાઈએ જે કર્યું તેનાથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, સસરાની ઈચ્છા પૂરી કરી

Rajasthan News : સસરાની ઈચ્છા પુરી કરવા હેલિકોપ્ટર લઈને આવ્યો, દહેજમાં લીધો માત્ર એક રૂપિયો... ચારેતરફ રાજસ્થાનના આ જમાઈના વખાણ થયા
 

આ જમાઈએ જે કર્યું તેનાથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, સસરાની ઈચ્છા પૂરી કરી

Rajasthan Nagaur : તમે અનેક લગ્ન જોયા હશે જેમાં મોટું દહેજ લેવામાં આવ્યું હોય. દહેજને કારણે ઘણીવાર લગ્ન તુટી પણ જાય છે અને પોલીસ ફરિયાદો પણ થતી હોય છે. પરંતુ અમે એક એવા લગ્નની વાત આપને કરીશું જેમાં દહેજના નામે માત્ર એક રૂપિયો લેવામાં આવ્યો, જો કે સાસરિયાએ પાંચ લાખ રૂપિયા દહેજ તરીકે આપવાની તૈયારી બતાવી હતી પરંતુ જમાઈ રાજાએ તે લેવાનો ધરાહર ઈન્કાર કરી દીધો. ત્યારે ક્યાં થયા આ અદભૂત લગ્ન?.

fallbacks

રાજસ્થાનના નાગોરમાં એક એવા લગ્ન યોજાયા, જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ લગ્નમાં જમાઈરાજા હેલિકોપ્ટરથી દુલ્હનને લઈને વિદાય થઈ ગયા. એટલું જ નહીં વરરાજાએ દહેજમાં માત્ર એક રૂપિયો અને એક નારિયેળ લીધું, હેલિકોપ્ટરમાં વિદાય એટલા માટે કે દીકરીના પિતાનું આ સપનું હતું હવે તેઓ આ દુનિયામાં પણ નથી. વાત છે રિયાંબડી તાલુકાના બનવાડા ગામની. જ્યાં થોડા સમય પહેલા થયેલા લગ્નની ચર્ચા હજુ સુધી થઈ રહી છે. ગામના સમાજસેવી ઘનશ્યામસિંહની ભત્રીજીના લગ્ન હતા. લગ્નમાં વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા માટે આવ્યા હતા. 

આ લગ્નમાં ખાસ વાત એ છે કે દુલ્હનના પિતા ન હતા, પરંતુ જ્યારે તેઓ જીવિત હતા ત્યારે તેમની ઈચ્છા હતી કે મારી દીકરીના લગ્નમાં જમાઈરાજા હેલિકોપ્ટર લઈને પરણવા માટે આવે, અને હેલિકોપ્ટરમાં જ મારી દીકરીને લઈને વિદાય થાય. જ્યારે આ વાતની ખબર વરરાજાને પડી તો તેમણે પોતાના સ્વર્ગસ્થ સસરાની આ ઈચ્છા પુરી કરવા એક હેલિકોપ્ટર બુક કરાવ્યું. અને જાન લઈને બનવાડા ગામ પહોંચ્યા હતા. 

આ પણ વાંચો : 

ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે

બજેટ વચ્ચે મોટા સમાચાર, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને બ્રિટનમાં મળ્યો મોટો એવોર્ડ

હેલિકોપ્ટર લઈને આવ્યા પરંતુ ન લીધું દહેજ

આ લગ્નની ખાસ વાત એ હતી કે આ લગ્ન દહેજ વગર થયા હતા. વરરાજાએ લગ્નમાં દહેજ ન લીધું,  અને માત્ર એક રૂપિયો અને નાળિયેર નેગના રૂપમાં સ્વીકાર્યું. જોકે દીકરીના પિયરીયાઓએ  પાંચ લાખ રૂપિયા દહેજ તરીકે મોઢમાં મુક્યા હતા. પરંતુ વરરાજાના પરિવારજનોએ તે લેવનો ઈન્કાર કરી દીધો. વરરાજાના પિતા નંદસિંહ રાજાવતે કહ્યું કે, દહેજ વર્તમાન સમયમાં સૌથી મોટી દુષ્ટતા છે. તમામ લોકોએ આગળ આવવું જોઈએ અને આ પ્રથાને બંધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ.

અલવરના માધોગઢથી આવેલી આ જાનની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થવા લાગે છે. લોકો વરરાજા રોબિનસિંહ રાજાવત અને તેના પરિવારજનોની પ્રશંસા કરી રહ્યા છે. વરરાજા રોબિનસિંહ ભારતીય સેનામાં સેવા આપે છે. આ તરફ જ્યારે હેલિકોપ્ટર ગામમાં પહોંચ્યું ત્યારે ગામ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોએ હેલિકોપ્ટર સાથે સેલ્ફી પણ લીધી હતી.

આ પણ વાંચો : એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More