Home> India
Advertisement
Prev
Next

દિલ્હી: 5 સ્ટાર હોટલમાં BSP નેતાના પૂત્રની દાદાગીરી, પિસ્તોલ દેખાડી આપી ધમકી

દિલ્હીની 5 સ્ટાર હોટલથી જે વીડિયો વાયરલ થયો છે. આ ઘટના રાજધાની દિલ્હી સ્થિત હોટલ હયાતની છે. જ્યાં, બહુજન સમાજ પાર્ટી (BSP)ના પૂર્વ સાંસદના પૂત્રએ પિસ્તોલ લઇને હંગામો કર્યો હતો.

દિલ્હી: 5 સ્ટાર હોટલમાં BSP નેતાના પૂત્રની દાદાગીરી, પિસ્તોલ દેખાડી આપી ધમકી

નવી દિલ્હી: દિલ્હીની 5 સ્ટાર હોટલથી જે વીડિયો વાયરલ થયો છે. આ ઘટના રાજધાની દિલ્હી સ્થિત હોટલ હયાતની છે. જ્યાં, બહુજન સમાજ પાર્ટી (BSP)ના પૂર્વ સાંસદના પૂત્રએ પિસ્તોલ લઇને હંગામો કર્યો હતો. તે પિસ્તોલ લઇને એખ કપલને ધમકાવવા લાગ્યો હતો. પરંતુ આ મામલે હોટલની તરફથી કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. જોકે વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસએ આરકે પુરમ સ્ટેશનમાં અજાણ્યા શખ્સની સામે ઓર્મ્સએક્ટ અને શાંતિભંગની ધારા અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

વાંચવા માટે ક્લિક કરો: હિસાર : હત્યાના 2 મામલામાં સ્વયં ભૂ બાબા રામપાલ સહિત 15ને આજીવન કેદ અને 1-1 લાખનો દંડ

મળતી માહિત અનુસાર, પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંધુકની અણીએ લોકોને ડરાવતો આ શખ્સ આમ્બેડકર નગરથી બેએસપી સંસદ રહી ચુકેલા રાકેશ પાંડેનો પૂત્ર આશીષ પાંડે છે. આરોપી રિયલએસ્ટેટનો વ્યાપાર કરી રહ્યો છે અને લખનાઉમાં રહે છે. આરોપીની તપાસ માટે દિલ્હી પોલીસની ટીમ લખનાઉ જવા રવાના થઇ ગઇ છે.

સૂત્રોના જાણાવ્યા અનુસાર, આશીષ પાંડે હોટલ હયાતમાં તેની મહિલા મિત્રની સાથે ગયો હતો. નશામાં ધુત આરોપી લેડીઝ બાથરૂમમાં ધૂસી ગયો હતો. જેનો ત્યાં હાજર મહિલાઓએ વિરોધ કર્યો હતો. તો આરોપી ત્યાં ઝગડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપીએ મહિલાને ધમકાવવાનું શરૂ કરી દિધુ હતું.

વાંચવા માટે ક્લિક કરો: આંબેડકર, પટેલની સાથે નેતાજીને પણ અપનાવ્યા બીજેપીએ, ઉજવશે આઝાદ હિન્દ ફોજની 75મી વર્ષગાંઠ

આ ઘટનાનો વાયરલ વીડિયોમાં આશીષ તેમની ગાડીમાંથી પિસ્તોલ નેકાળી અને ફરી હોટલ ગેટ પર હાજર એખ કપલની પાસે જઇ રહ્યો હતો. ત્યારબાદ કપલને ગાળો બોલવા લાગ્યો હતો. આરોપીએ જતાં-જતાં પણ મેનેજરને આગલા દિવસે જોઇ લેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં ગાડીમાં તેની સાથે આવેલી છોકરીઓ પણ વીડિયો શૂટ કરી રહી હતી અને કપલને ગાળો બોલી રહી હતી. લગભગ બે મિનિટ સુધી આશીષ અને તેની સાથે આવેલી છોકરીઓ કપલને ધમાકાવી રહ્યાં હતા. આશીષના હાથમાં પીસ્તોલ હતી. થોડીવાર પછી તે કપલને ધમકાવ્યા બાદ ત્યાંથી જતો રહ્યો હતો.

વાંચવા માટે ક્લિક કરો: 12 દિવસ પહેલા સરકારે ઘટાડ્યા હતા ભાવ, ફરી પેટ્રોલ-ડીઝલની પ્રાઇસમાં વધારો, આ છે આજની કિંમત

આ ધટનાની જાણકારી પોલીસે આપતા જણાવ્યું કે હોટલ તરફથી અત્યાર કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. પરંતુ વીડિયો વાયરલ થયા પથી આરકે પુરમ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આર્મ્સએક્ટ અને શાંતિભંગની કલમો હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ થઇ ગઇ છે. ટુક સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવશે.

દેશના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More