Home> India
Advertisement
Prev
Next

Birthday Special: ઇન્દિરા ગાંધીને 'પ્રિયદર્શિની' નામ કોણે આપ્યું? વાંચો સમગ્ર કિસ્સો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને તેમની 101મી જયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ આપી. આ નેતાઓએ સવારે શક્તિ સ્થળ પહોંચી ઇન્દીરા ગાંધીને શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા.

Birthday Special: ઇન્દિરા ગાંધીને 'પ્રિયદર્શિની' નામ કોણે આપ્યું? વાંચો સમગ્ર કિસ્સો

નવી દિલ્હી: દેશની એકમાત્ર મહિલા વડાપ્રધાનમંત્રી રહેલી ઇન્દિરા ગાંધીની આજે 101મી જયંતિ છે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ સોમવારે દિલ્હીના શક્તિ સ્થળ પર પહોંચી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ સાથે જ પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 

fallbacks

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની 101મી જયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ આપી. આ નેતાઓએ સવારે શક્તિ સ્થળ પહોંચી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા. આ ઉપરાંત રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, વરિષ્ઠ નેતા પી સી ચાકો, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજય માકન અને પાર્ટીના અન્ય નેતાઓ તથા કાર્યકર્તાઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 
fallbacks

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ગણ્યાગાંઠ્યા એવા લોકો થયા છે, જેમને દેશ જ નહી, પરંતુ દુનિયા પર પોતાની અમિટ છાપ છોડી અને તેમના વ્યક્તિત્વના ઉદાહરણ આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શીની ગાંધી પણ એક એવું જ નામ છે, જેમને તેમના નિર્ભીક નિર્ણયો અને દ્વઢનિશ્વિયના લીધે 'લોહ મહિલા' કહેવામાં આવે છે. 
fallbacks

જવાહરલાલ નહેરૂ અને કમલા નહેરૂના ત્યાં 19 નવેમ્બર, 1917ના રોજ જન્મેલી સુંદર કન્યા (ઇન્દિરા ગાંધી)ને તેમના દાદા મોતીલાલ નહેરૂએ ઇન્દિરા નામ આપ્યું અને પિતાએ તેમના સુંદર રૂપના લીધે તેમાં પ્રિયદર્શિની પણ ઉમેરી દીધું. 

તેમના કેટલાક નિર્ણયોને લઇને તે વિવાદો પણ રહી. જૂન 1984માં અમૃતસરના સ્વર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહી પણ તેમનું એવું પગલું હતું, જેના કિંમત તેમને પોતાન સિખ અંગરક્ષકોના હાથે 31, ઓક્ટોબર, 1984ના રોજ જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. 

ઇન્દિરા ગાંધી દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન મંત્રી 1966માં બની હતી. બીજી વખત તેમને 1967માં વડાપ્રધાન પદ માટે ચૂંટવામાં આવ્યા. ત્યારબાદ તે સતત ત્રીજીવાર 1971માં પણ દેશના વડાપ્રધાન બન્યા. ઇન્દિરા ગાંધીએ ચોથીવાર 1980માં દેશની મોટી કમાન સંભાળી અને 1984માં તેમની હત્યા થઇ ત્યાં સુધી વડાપ્રધાન રહ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More