Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીના સંબોધનના 3 કલાક પહેલા કોરોના સંકટ પર સોનિયા ગાંધીનો રાષ્ટ્રને સંદેશ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધિત કરવાના છે તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રના નામે એક વીડિયો જારી કરી સંદેશ આપ્યો છે. 

 પીએમ મોદીના સંબોધનના 3 કલાક પહેલા કોરોના સંકટ પર સોનિયા ગાંધીનો રાષ્ટ્રને સંદેશ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે સંબોધનની ત્રણ કલાક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના નામે પોતાનો એક વીડિયો સંદેશ આપ્યો છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવેલા વીડિયોમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના સંકટમાં ડોક્ટરો, સફાઇકર્મીઓ, પોલીસ સહિત સરકારી અધિકારીઓના અડગ રહેવાથી મોટી દેશભક્તિ બીજી કોઈ નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એકતા, શિષ્ત અને આત્મનિર્ભરતાથી દેશ કોરોનાને પરાજીત કરી દેશે. 

fallbacks

કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું, 'હું આ સંકટના સમયમાં પણ શાંતિ, ધૈર્ય અને સંતુલન બનાવી રાખવા માટે દેશવાસીઓનો દિલથી આભાર માનું છું. આશા કરુ છું કે તમે બધા સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરશો. પોત-પોતાના ઘરમાં રહો. સમય-સમય પર પોતાના હાથ ધોતા રહો. ખુબ જરૂરી હોવા પર ઘરની બહાર નિકળ્યે તે પણ માસ્ક, દુપટ્ટો કે રૂમાલ લગાવીને તમે બધા આ લડાઇમાં સહયોગ કરો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More