Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયો, બેઠકોમાં સામેલ અનેક નેતાઓ પણ સંક્રમિત

Sonia Gandhi Corona Positive: કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આજે જાણકારી આપતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયો, બેઠકોમાં સામેલ અનેક નેતાઓ પણ સંક્રમિત

Sonia Gandhi Corona Positive: કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આજે જાણકારી આપતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે તેમને સામાન્ય તાવ છે અને કોરોનાના કેટલાક લક્ષણો અનુભવાયા. 

fallbacks

રણદીપ સૂરજેવાલાએ એમ પણ કહ્યું કે તેઓ તાજેતરમાં જે નેતાઓ અને કાર્યકરોને મળ્યા હતા તેમાંથી પણ કેટલાક કોરોના પોઝિટિવ નીકળ્યા છે. સૂરજેવાલાએ કહ્યું કે હાલ સોનિયા ગાંધીએ પોતાને આઈસોલેટ કર્યા છે. તેઓ સારવાર હેઠળ છે અને ઠીક થઈ રહ્યા છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે તેઓ 8 જૂન પહેલા ઠીક થઈ જશે. 

અત્રે જણાવવાનું કે ઈડીએ 8 જૂને તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. નેશનલ હેરાલ્ડ કેસ મામલે તેમની પૂછપરછ  થવાની છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આજે પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા નહીં. રાહુલે ઈડી પાસે વધુ સમય માંગ્યો છે. કારણ કે  હાલ તેઓ વિદેશમાં છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More