Home> India
Advertisement
Prev
Next

આપણે મોટા પરિવારની જેમ, બધા મળીને પાર્ટીની મજબૂતી માટે કામ કરેઃ સોનિયા ગાંધી

આજે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસની બેઠકમાં નારાજ ચાલી રહેલા નેતાઓને લગભગ મનાવી લવામાં આવ્યા છે. આ સાથે સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે, આપણે પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરવું જોઈએ. 
 

આપણે મોટા પરિવારની જેમ, બધા મળીને પાર્ટીની મજબૂતી માટે કામ કરેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં જલદી અધ્યક્ષ સહિત સંગઠનની ચૂંટણી યોજાવાની ચર્ચા વચ્ચે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નારાજ ચાલી રહેલા નેતાઓ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અસંતુષ્ટોની નારાજગી દૂર કરવાની સાથે-સાથે પાર્ટીને મજબૂત કરવાની રણનીતિ પર ચર્ચા થઈ હતી. બેઠક બાદ વરિષ્ઠ નેતા પીકે બંસલે કહ્યુ કે, પાર્ટીમાં કોઈ પ્રકારનો મતભેદ નથી. બધા પાર્ટીમાં ઉર્જા ભરવા માટે એક થઈને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

fallbacks

10 જનપથમાં યાજાયેલી બેઠક બાદ પવન કુમાર બંસલે કહ્યુ, 'કોંગ્રેસની રણનીતિક બેઠકમાં સકારાત્મક ચર્ચા થઈ. તમામ સ્તરો પર પાર્ટીને કઈ રીતે મજબૂત કરવામાં આવે, તેના પર નેતાઓએ વાત કરી. કોંગ્રેસમાં કોઈ ફૂટ નથી, બધા એક થઈને પાર્ટીમાં ઉર્જા ભરવા માટે પ્રતિબદ્ધ છે.' તેમણે કહ્યું, સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે બધા એક મોટો પરિવાર છીએ અને આપણે પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરવુ જોઈએ. 

આ પણ વાંચોઃ West Bengal: ભાજપમાં જોડાયા બાદ બોલ્યા શુભેંદુ અધિકારી, TMCમાં લોકતંત્ર નથી  

વધુ એક મોટા નેતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વી રાજ ચવ્હાણે જણાવ્યુ કે, પાર્ટીને કઈ રીતે મજબૂત કરવામાં આવે, તેને લઈને આ પ્રથમ બેઠક હતી. શિમલા અને પંચમઢીની જેમ કોન્ક્લેવ થશે. તેમણે કહ્યુ, અમે પાર્ટીના ભવિષ્યને લઈને ચર્ચા કરી. આ એક રચનાત્મક બેઠક હતી જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત વરિષ્ઠ નેતાઓએ પાર્ટીની હાલની સ્થિતિ અને તેને મજબૂત કરવાની રીત પર ચર્ચા કરી હતી. 

બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પી. ચિદમ્બરમ, અશોક ગેહલોત, અંબિકા સોની, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જેવા કોંગ્રેસના મોટા નેતા સામેલ થયા હતા. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા 23 નેતાઓએ આ વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પત્ર કરીને પાર્ટીના કામકાજ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. બેઠક બાદ આ G-23મા સામેલ નેતાઓ તરફથી તત્કાલ કોઈ નિવેદન સામે આવ્યું નથી. 

માનવામાં આવી રહ્યું છે કે શનિવારની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સહિત સંગઠન ચૂંટણી પર પણ ચર્ચા થઈ પરંતુ કોંગ્રેસ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નેતા પણ જલદી અધ્યક્ષ પદની ચૂંટણી કરાવવાની માંગ કરી ચુક્યા છે. સંયોગ જુઓ તો શનિવારે કોંગ્રેસના વિદ્યાર્થી એકમ એનએસયૂઆઈના રાષ્ટ્રીય પ્રભારી રૂચિ ગુપ્તાએ સંગઠન ચૂંટણીમાં વિલંબનો હવાલો આપતા રાજીનામુ આપી દીધું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More