Home> India
Advertisement
Prev
Next

સચિન પાયલટને ટેકઓફનું સિગ્નલ? સોનિયા ગાંધીને મળીને કહ્યું- ફોકસ રાજસ્થાન

આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ સચિન પાયલટે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓના નિવેદનથી લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થઈ શકે છે. 

સચિન પાયલટને ટેકઓફનું સિગ્નલ? સોનિયા ગાંધીને મળીને કહ્યું- ફોકસ રાજસ્થાન

નવી દિલ્હીઃ રાજસ્થાન કોંગ્રેસમાં શરૂ થયેલા ડ્રામા વચ્ચે આજે દિલ્હીમાં ખુબ હલચલ જોવા મળી છે. આ કડીમાં સચિન પાયલટ અને સોનિયા ગાંધી વચ્ચે 10 જનપથ પર મુલાકાત થઈ છે. સચિન પાયલટે કહ્યુ કે તેમણે હાઈકમાન્ડની સામે પોતાની વાત રાખી ચે. સાથે તે પણ કહ્યું કે તેમનું ફોકસ રાજસ્થાન રહેશે. તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સચિન પાયલટને ટેકઓફનો સંકેત મળી ચુક્યો છે. 

fallbacks

2023ની ચૂંટણીમાં મહેનત કરવી છે
સચિન પાયલટ અને સોનિયા ગાંધીની દસ જનપથ પર મુલાકાત આશરે એક કલાક ચાલી હતી. ત્યારબાદ સચિન પાયલટ બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરી. પરંતુ તેમણે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નથી, પાયલટે રાજસ્થાન પર ફોકસ કરવાની વાત કહીને એક મોટો સંકેત આપી દીદો છે. સચિન પાયલટે કહ્યુ કે મેં આજે કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત કરી. તેમણે શાંતિપૂર્વક મારી વાત સાંભળી. અમે જયપુરમાં જે પણ થયું તેને લઈને વિસ્તારથી વાત કરી. મેં તેમને મારી ભાવનાઓથી અવગત કરાવી દીધા છે, સાથે મારો ફીડબેક પણ આપી દીધો છે. 

સોનિયા ગાંધી લેશે નિર્ણય
સચિન પાયલટે કહ્યુ કે રાજસ્થાનના સંદર્ભમાં નિર્ણય સોનિયા ગાંધી લેશે. તેમણે કહ્યું કે મને તે વાતનો વિશ્વાસ છે કે આગામી 12-13 મહિનામાં અમે અમારી મહેનતથી ફરી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં સફળ થશું. સચિન પાયલટે કહ્યુ કે હાલ અમારૂ ધ્યાન રાજસ્થાનમાં 2023ની ચૂંટણી જીતવા પર છે. તે માટે અમારે એક સાથે મળી આકરી મહેનત કરવાની છે. 

આ પણ વાંચોઃ ગેહલોતનો જાદુ ખતમ, અધ્યક્ષ બનતા-બનતા રહી ગયાં, હવે મુખ્યમંત્રીની ખુરશી ખતરામાં!

આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પરંતુ મુલાકાત બાદ જે રીતે અશોક ગેહલોતે નિવેદન આપ્યું, તેનાથી સ્પષ્ટ હતું કે તેમના હાથમાંથી બાજી જતી રહી છે. ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી હટવાની જાહેરાત પણ કરી દીધી. તેમના બાદ પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે નિવેદન આપ્યું કે આગામી 48 કલાકમાં સોનિયા ગાંધી રાજસ્થાનના મુખ્યમંત્રી પર નિર્ણય લેશે. તેમણે તસવીર લગભગ સ્પષ્ટ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More