નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) બુધવારે પાર્ટી નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડી.કે. શિવકુમાર (DK Shivakumar)ને તિહાડ જેલમાં મુલાકાત કરશે. સોનિયા ગાંધી સાથે આ દરમિયાન કર્ણાટકના પ્રભારી મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ હોઇ શકે છે.
શિવકુમારને ઇડીએ મનીલોડ્રીંગના કેસ કેસમાં ત્રણ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. તેમની જામીન અરજી કોર્ટમાં પેડિંગ છે અને ઇડીની તપાસ ચાલુ છે.
ગત મહિને સોનિયા અને પૂર્વ વડાપ્રધાન મહનમોહન સિંહે પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમ સાથે તિહાડમાં મુલાકાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે