Home> India
Advertisement
Prev
Next

Sonia Gandhi Mother Death: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે ઇટલીમાં નિધન થયું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. 

Sonia Gandhi Mother Death: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર

નવી દિલ્હીઃ Sonia Gandhi Mother Death: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે ઇટાલીમાં તેમના આવાસ પર નિધન થઈ ગયું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું પાઓલાને મંગળવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે 24 ઓગસ્ટે કોંગ્રેસે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જસે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા પોતાના બીમાર માતાને જોવા જશે. 

fallbacks

જયરામ રમેશે જણાવ્યુ હતુ કે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ ગયા છે અને આ દરમિયાન રાહુલ તથા પ્રિયંકા પણ તેમની સાથે રહેશે. એટલું જ નહીં જયરામ રમેશે જણાવ્યું હતું કે આ દરમિયાન તેઓ પોતાના બીમાર માતાને જોવા પણ જશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે. તેનો અર્થ છે કે માતાના નિધન પહેલા લગભગ સોનિયા ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી હશે. પરંતુ અત્યાર સુધી સોનિયા ગાંધીના માતાના મૃત્યુ અને અંતિમ સંસ્કાર વિશે વધુ જાણકારી સામે આવી નથી. 

થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કરી હતી મુલાકાત
રાહુલ અને પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણીવાર પોતાના નાનીને મળવા ગયા હતા. વર્ષ 2020માં જ્યારે રાહુલ ગાંધીએ તેમની સતત વિદેશ યાત્રાઓ પર કેટલીક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો, તો પાર્ટીએ કહ્યુ હતું કે તે એક બીમાર સંબંધીને મળવા ઇટલીની અંગત યાત્રાએ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More