Home> India
Advertisement
Prev
Next

Jammu and Kashmir: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અલ બદ્ર ચીફ આતંકી ગની ખ્વાજા ઢેર

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યુ કે, માર્યા ગયેલા આતંકવાદીની પાસેથી હથિયારો અને દારૂ-ગોળા સહિત અન્ય સામગ્રી મળી છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 
 

Jammu and Kashmir: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અલ બદ્ર ચીફ આતંકી ગની ખ્વાજા ઢેર

જમ્મુ-કાશ્મીરઃ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના સોપોર સ્થિત તુજ્જર સ્થિત શરીફમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. પોલીસ અને સુરક્ષાદળોને મંગળવારે સાંજે જાણકારી મળી કે તુજ્જર શરીફમાં આતંકવાદી છુપાયેલા છે. તેમણે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓ ત્યારબાદ ફાયરિંગ શરૂ કર્યુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર બન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. 

fallbacks

જમ્મુ કાશ્મીર પોલીસે પણ ટ્વીટ કરતા અથડામણના સંબંધમાં જાણકારી આપતા કહ્યુ કે, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે, બન્ને તરફથી જારી અથડામણમાં આતંકવાદી સંગઠન અલ-બદરનો ડિવીઝનલ કમાન્ડર ગનઈ ખ્વાજા માર્યો ગયો છે. શરૂઆતી તબક્કામાં એવી જાણકારી મળી રહી છે કે સુરક્ષાદળોએ બેથી ત્રણ આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે. આતંકવાદીઓની સંખ્યા તેનાથી વધુ હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More