Home> India
Advertisement
Prev
Next

'Sorry મમ્મી-પપ્પા...' સ્યુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનો આપઘાત, કહ્યું- મને છોકરાથી પ્રેમ થઇ ગયો

મૃતક વિદ્યાર્થીએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી, જેમાં તેણે તેના માતા-પિતાની માફી માંગતા તેમની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાની વાત કરી છે. આ સાથે જ તેણે એક છોકરાને પ્રેમ કરતો હોવાની વાત લખી છે.

'Sorry મમ્મી-પપ્પા...' સ્યુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનો આપઘાત, કહ્યું- મને છોકરાથી પ્રેમ થઇ ગયો

નવી દિલ્હી: શિક્ષા નગરી કોટામાં ફરી એકવાર કોચિંગ વિદ્યાર્થીના આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોતાના કબજામાં લઇ મોર્ચરીમાં મુકાવ્યો. મૃતક વિદ્યાર્થીએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી, જેમાં તેણે પોતાના માતા-પિતાથી માફી માંગતા તેમની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાની વાત કરી છે. આ સાથે જ તેણે એક છોકરાને પ્રેમ કરતો હોવાની વાત લખી અને કહ્યું કે તેનો પ્રેમ ખોટો ન હતો.

fallbacks

દરવાજો તોડીને જોયું તો વિદ્યાર્થી પંખે લટકતો હતો
પોલીસને મળતી જાણકારીમાં સામે આવ્યું કે, છિંદવાડા નિવાસી 17 વર્ષનો પ્રથમ જૈન છેલ્લા 2 મહિનાથી કોટામાં રહેતો હતો. સવારે 10 વાગ્યે પ્રથમે તેના મિત્રો સાથે વાત કરી અને તેમની સાથે ભોજન કર્યું હતું. ત્યારબાદ મિત્રો જતા રહ્યા અને પ્રથમ તેના રૂમમાં જતો રહ્યો હતો. ઘણા સમય સુધી તે પોતાના રૂમમાંથી બહાર ન આવતા તેની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસે રૂમનો દરવાજો તોડ્યો તો પ્રથમ જૈન પંખે લટકતો જોવા મળ્યો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લીધો અને તાપસ શરૂ કરી દીધી.

કેમેરા સામે શખ્સે મલાઈકાને એવી જગ્યાએ હાથ લગાવ્યો, જે જોઈ એક્ટ્રેસ શોકમાં

સ્યુસાઈડ નોટ વાંચી પરિવારજનો આઘાતમાં
મૃતક વિદ્યાર્થી પ્રથમના રૂમમાં પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી જેમાં તેણે તેના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ન ઉતરવાની વાત કરી. આ સાથે જ કહ્યું તમારો પુત્ર ખુબ લડ્યો, પરંતુ હારી ગયો. આટલા રૂપિયા મારી પર બરબાદ કરવા માટે સોરી. હવે માત્ર ચૂચૂના અભ્યાસનો ખર્ચો લાગશે. આ સાથે જ વિદ્યાર્થીએ પોતાના પ્રેમ વિશે પણ જણાવ્યું કે, તે ભવ્ય નામના એક છોકરાને ખુબ પ્રેમ કરતો હતો અને તેનો પ્રેમ ખોટો ન હતો. ત્યારે જવાહરનગર થાના સીઆઇ રામકિશને જણાવ્યું કે, મૃતકે સ્યુસાઈડ નોટમાં જે છોકરાનો ઉલ્લેખ કર્યો છે, તે તેના બાળપણનો મિત્ર છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More