Home> India
Advertisement
Prev
Next

J&K: મોટો ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં PAK આતંકીઓ, સેના પર કરી શકે BAT હુમલો

જમ્મુ અને કાશ્મીરમાં ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષાદળોની વધારાની 100 ટુકડીઓ તહેનાત કરવાના નિર્ણય બાદ આતંકીઓના હોશ ઉડી ગયા છે.

J&K: મોટો ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં PAK આતંકીઓ, સેના પર કરી શકે BAT હુમલો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષાદળોની વધારાની 100 ટુકડીઓ તહેનાત કરવાના નિર્ણય બાદ આતંકીઓના હોશ ઉડી ગયા છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ જમ્મુ અને કાશ્મીરમાં મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની આતંકીઓ પાકિસ્તાનના પેશાવર અને મુઝફ્ફરાબાદમાં હાજર છે. આ આતંકીઓ સરહદ પર તહેનાત ભારતીય સેનાના જવાનો પર બેટ હુમલો પણ કરી શકે છે. 

fallbacks

fallbacks

અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ

સૂત્રોના હવાલે આવેલી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીરમાં હાલ ચાલી રહેલી સ્થિતિને જોતા આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં છે. માહિતી મળી છે કે સરહદ પાર આતંકી સંગઠનોની ગતિવિધિઓ વધી ગઈ છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાની ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે. આ આતંકીઓ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે. તેઓ રાજ્યના સોપોરમાં સુરક્ષાદળો પર IED હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. આ સાથે જ દક્ષિણ કાશ્મીર અને શ્રીનગરમાં પણ આ આતંકીઓ IED હુમલો કરવાનું નાપાક ષડયંત્ર રચી રહ્યાં છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી આતંકી હુમલાની ભીતિને પગલે અમરનાથ યાત્રા રોકી દેવાઈ છે. પ્રશાસને શુક્રવારે એક એડવાઈઝરી બહાર પાડી અને અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જલદી કાશ્મીર ખીણ છોડવાના નિર્દેશ આપ્યાં છે. ભારતીય સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના માર્ગ પાસેથી પાકિસ્તાનમાં બનેલી બારૂદી સુરંગ અને અમેરિકી સ્નાઈપર રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત દૂરબીન અને આઈઈડીની સાથે જ વિસ્ફોટકોનો એક ગુપ્ત ભંડાર મળ્યો છે. સેનાના ટોચના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે અમરનાથ યાત્રા માર્ગ પર ચલાવવામાં આવેલા વ્યાપક સર્ચ ઓપરેશનમાં ગોળા બારૂદ મળી આવ્યાં છે. 

ચિનાર કોર્પ્સ કમાન્ડર, લેફ્ટેનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોએ શુક્રવારે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંમેલનમાં કહ્યું કે વ્યાપક સર્ચ બાદ પાકિસ્તાનની ફેક્ટરીમાં બનેલી બારૂદી સુરંગ, ટેલિસ્કોપ સાથે જ એક સ્નાઈપર રાઈફલ, ઈમ્પ્રુવ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી), આઈઈડી કન્ટેઈનર, આઈઈડીની સાથે એક રિમોટ કંટ્રોલ મળી આવ્યાં છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More