Home> India
Advertisement
Prev
Next

SP-BSP ભેગા મળીને લોકસભા ચૂંટણીમાં વિજયી ઝંડો લહેરાવશે: અખિલેશ યાદવ

અખિલેશે જણાવ્યું કે, ગયા વર્ષે લોકસભા પેટા ચૂંટણીમાં અમે ભેગા મળ્યા તો રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની બેઠક પર ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, આ વખતે પણ ગણીત સચોટ બેસશે 

SP-BSP ભેગા મળીને લોકસભા ચૂંટણીમાં વિજયી ઝંડો લહેરાવશે: અખિલેશ યાદવ

કન્નૌજ (ઉ.પ્ર.): સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શુક્રવારે જણાવ્યું કે, SP અને બહુજન સમાજ પાર્ટી (BSP) ભેગા મળીને ચૂંટણીમાં વિજયનો ઝંડો લહેરાવીશું. અખિલેશે જણાવ્યું કે, શનિવારે લખનઉમાં SP અને BSPની સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવશે. 

fallbacks

તેમણે જણાવ્યું કે, ગયા વર્ષે લોકસભા પેટા ચૂંટણીમાં અમે ભેગા મળ્યા હતા તો રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની બેઠક પર ભાજપ ચૂંટણી હારી ગયું હતું. આ વખતે પણ અમારું ગણીત સચોટ બેસશે અને ભાજપને હારનું મોઢું જોવું પડશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ શુક્રવારે કન્નોજમાં ઈ-ચોપામાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. 

પત્રકાર હત્યા કેસ: ગુરમીત રામ રહીમ દોષિત જાહેર, સજાની જાહેરાત 17 જાન્યુઆરીએ કરાશે

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, 'આપણે હવે અફવા ફેલાવનારાથી સાવધાન રહેવાની જરૂર છે. અફવા ફેલાવતા ભાજપના લોકોથી આપણે દૂર રહેવાનું છે. મારું તો એટલું જ કહેવું છે કે જો પ્રગતિ કરવી હોય તો આ જાતિ-પાતિની વાત છોડવી પડશે. ભાજપ સરકાર લોકોને દરેક સ્તરે ગેરમાર્ગે દોરી રહી છે.'

અમે ગઠબંધન કરીને તાકાત વધારીશું
અખિલેશે જણાવ્યું કે, સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરીને ભાજપ આટલી મજબૂત પાર્ટી બની છે. હવે અમે પણ ગઠબંધન કરીને અમારી તાકાત વધારીશું. અખિલેશે નારો આપ્યો હતો કે, 'હમારા કામ બોલતા હૈ, ભાજપા કા ધોખા બોલતા હૈ.'

ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More