Home> India
Advertisement
Prev
Next

ભેંસના શીંગડા વચ્ચે ચકલીએ માળો બનાવ્યો, જુઓ અદ્દભૂત Video

Trending Video : ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો અદ્દભૂત વીડિયો... ભેંસના શીંગડા વચ્ચે ચકલીનો માળો... લોકોને પસંદ આવી રહ્યો છે આ વીડિયો... વીડિયો જોઇને યૂઝર્સની અવનવી પ્રતિક્રિયા 

ભેંસના શીંગડા વચ્ચે ચકલીએ માળો બનાવ્યો, જુઓ અદ્દભૂત Video

Viral Video : જંગલમાં ઘણી વખત અનોખો નજારો જોવા મળતો હોય છે. જેની કલ્પના કરવી અઘરી હોય છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયો જોઇને યૂઝર્સ પણ અચંબિત થઇ ગયા છે. આ વીડિયો જોઈને લોકો વિચારી રહ્યાં છે કે, આને ભેંસની દરિયાદિલી કહેવી કે, પછી ચકલીનું શાણપણ ગણવું. આ વીડિયો જોઈને તમે જ નક્કી કરો. 

fallbacks

તમે જોયું હશે કે, ચકલી પોતાનો માળો શિકારી જાનવરથી દૂર બનાવતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઇ શકાય કે, ભેંસના માથા પર ચકલીએ માળો બનાવ્યો છે. ભેંસ પાણી પી રહી છે અને માળામાં પક્ષીનું બચ્ચું પણ દેખાઇ રહ્યું છે. જેને જોઇને યૂઝર્સની અવનવી પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. 

આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. જે હાલમાં ટ્રેન્ડ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર આ અદભૂત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અનેક યુઝર્સ જોઈને ચોંક્યા કે, ભેંસના શીંગડા વચ્ચે ચકલી કેવી રીતે માળો બનાવી શકે. એક જોતા આ તો હરતોફરતો માળો બની ગયો. ભેંસ જ્યાં જાય ત્યાં આ માળો ફરે. મજાની વાત તો એ છે કે, લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. વીડિયો જોઇને યૂઝર્સ અવનવી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More