Home> India
Advertisement
Prev
Next

હું બોલું એટલું જ બોલો : અમિત શાહે કહ્યું 'દોઢા' ના થાવ, ટ્રાન્સલેટરનો વારો પાડી લીધો

ગઈકાલે કર્ણાટકના માંડ્યામાં સભા સંબોધતાં શાહે કૉંગ્રેસ અને JDSપર આકરા પ્રહાર કર્યા હતા. આ સભામાં ભાજપના એક નેતાને અમિત શાહના અનુવાદની જવાબદારી સોંપાઈ હતી. અનુવાદક અમિત શાહના પ્રવચનને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરી લોકોને સમજાવી રહ્યો છે..

હું બોલું એટલું જ બોલો : અમિત શાહે કહ્યું 'દોઢા' ના થાવ, ટ્રાન્સલેટરનો વારો પાડી લીધો

નવી દિલ્હી: ભાજપ એ હાઈટેક પાર્ટી ગણાય છે. 2023માં કર્ણાટકની ચૂંટણી પહેલાં ભાજપે એડવાન્સમાં પ્રચાર શરૂ કરી દીધો છે. દેશના મોટાભાગના કેન્દ્રીય નેતાઓ સાઉથમાં ભાષણ માટે હંમેશાં ટ્રાન્સલેટર સ્ટેજ પર સાથે રાખે છે કારણ કે હિન્દી કરતાં સ્થાનિક લોકો લોકલ ભાષાને વધુ સારી રીતે સમજી શકે છે. કેન્દ્રીય નેતાઓ માટે લોકલ ભાષાની મર્યાદા પણ છે. 

fallbacks

ગઈકાલે કર્ણાટકના માંડ્યામાં સભા સંબોધતાં શાહે કૉંગ્રેસ અને JDSપર આકરા પ્રહાર કર્યા હતા. આ સભામાં ભાજપના એક નેતાને અમિત શાહના અનુવાદની જવાબદારી સોંપાઈ હતી. અનુવાદક અમિત શાહના પ્રવચનને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરી લોકોને સમજાવી રહ્યો છે પણ અનુવાદક પોતાના શબ્દો પણ ઉમેરતો હોવાથી ચાલુ ભાષણમાં અમિત શાહ બગડ્યા હતા. 

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

ટ્રાન્સલેટરને વચ્ચે વચ્ચે રોકી શાહે ટકોર કરી હતી કે ભાઈ, હું બોલું એટલું જ બોલો.... આમ છતાં ટ્રાન્સલેટરે ફરી વાર ભૂલ કરતાં અમિત શાહે  ફરી કહી દીધું કે તમે એક નામ ભૂલી ગયા છો.... આવું ના થાય, એટલા માટે લખવાનું રાખો..... આમ, ચાલુ ભાષણમાં ટ્રાન્સલેટરનો વારો કાઢતાં સભામાં જોવા જેવી થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. શાહે બન્ને પાર્ટીઓને પરિવારવાદી અને ભ્રષ્ટ ગણાવી છે. આ સાથે વાયદો કર્યો હતો કે, ભાજપ સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીના નેતૃત્વમાં કર્ણાટક વિકાસની છલાંગ લગાવશે. 

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

હાલમાં કર્ણાટકમાં ભાજપની સરકાર છે અને ભાજપને આ સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસ અને જેડીએસ બંને ભાજપ માટે પડકાર હોવાથી અમિત શાહે અહીં મોરચો સંભાળ્યો છે. ભાજપે અહીં એડવાન્સમાં પ્રચારની તૈયારીઓ શરૂ કરી છે અને કેન્દ્રીય નેતાઓ હવે કર્ણાટકના આંટાફેરા કરવા લાગ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More