Home> India
Advertisement
Prev
Next

સ્પાઇસ જેટે જેટ એરવેઝનાં 100 પાયલોટ સહિત 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા

સ્પાઇજેટે કહ્યું કે, તેણે પહેલા જ જેટ એરવેઝનાં 100 પાયલોટ સહિત 500થી વધારે કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે

સ્પાઇસ જેટે જેટ એરવેઝનાં 100 પાયલોટ સહિત 500 કર્મચારીઓને નોકરી પર રાખ્યા

મુંબઇ : સસ્તી વિમાન યાત્રા અપાવનારી એલાઇન સ્પાઇસજેટે કહ્યું કે, તેણે પહેલા જ જેટ એવેઝનાં 100 પાયલોટ સહિત 500થી વધારે કર્મચારીઓને નોકરી પર રાખી લીધા છે. કંપનીએ કહ્યું કે, તેઓ આગળ વધારે પણ કર્મચારીઓને નોકરી આપવા માટે તૈયાર છે. કંપની આગામી સમયમાં વધાર સંખ્યામાં વિમાન અને નવા માર્ગો પર સેવાઓ આપવા જઇ રહ્યા છે. ગુરૂગ્રામ ખાતે આ વિમાન કંપનીએ પહેલા જ પોતાનાં બેડામાં 27 વધારે વિમાનો (22 બોઇંગ 737 અને પાંચ ટર્બોપ્રો બોમ્બાર્ડિયર ક્યૂ 400 એસ)નો સમાવેશ કરવાની જાહેરાત થઇ છે. 

fallbacks

રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું, ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ યોજના: PM

કંપનીએ કહ્યું કે, જેટ એરવેઝ દ્વારા અસ્થાયી રીતે પોતાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને બંધ કરવાથી પેદા થયેલ ક્ષમતાની અંતરને દુર કરવા માટે આ કરવામાં આવ્યું છે. સ્પાઇસજેટનાં અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક અજયસિંહે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, તેમની એરલાઇન્સ ભર્તીમાં જેટએરવેઝનાં કર્મચારીઓને પ્રાથમિકતા અપાઇ રહી છે. 

સિંહે કહ્યું કે, જેમ જે અમે વિસ્તાર અને વિકાસ કરી રહ્યા છે, અમે તે લોકોને પ્રાથમિકતા આપી રહ્યા છીએ, જેમણે જેટ એરવેઝનાં દુર્ભાગ્યતાપુર્ણ પદ્ધતીથી બંધ થવાના કારણે નોકરી ગુમાવી દીધી છે. તેમણે કહ્યું કે, સ્પાઇસજેટએ હાલમાં જ 200થી વધારે કેબિન ક્રૂ અને 200થી વધારે ટેક્નીકલ અને હવાઇ મથક કર્મચારીઓને તથા 100થી વધારે પાયલોટને નોકરી પર રાખ્યા છે. 

સમુદ્રમાં તરતો ભવ્ય રાજમહેલ જોયો છે ? ભારતની પહેલી ક્રુઝ સર્વિસ ચાલુ

સિંહે કહ્યું કે, અમે વધારે પ્રયાસ કરીશું. અમે અમારા બેડામાં વધારે પ્લેનનો સમાવેશ કરીશું. એલાઇન્સે ગુરૂવારે મુંબઇ અને દિલ્હીને જોડનારી 24 નવી ઉડ્યનો ચાલુ કરવાની જાહેરાત કરી જેમાં 16 સેવાઓ મુંબઇ અને ચાર દિલ્હીને જોડનારી છે. બાકીની ચાર બે મહાનગરોને જોડનારી હતી. આ ઉઢ્યનો 26 એપ્રીલથી 2 મે વચ્ચે ચાલુ થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More