Home> India
Advertisement
Prev
Next

Corona Update: દેશમાં સતત થઈ રહેલા 'કોરોના વિસ્ફોટ' વચ્ચે મળ્યા આ રાહતના સમાચાર

દેશમાં રોજેરોજ કોરોનાના કેસના વિસ્ફોટ જોવા મળી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 63,489 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 25,89,682 પર પહોંચ્યો છે. જેમાંથી 6,77,444 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 18,62,258 લોકો સાજા થયા છે. જો કે આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો દર સતત ઘટી રહ્યો છે. હાલ મૃત્યુ દર 1.94 ટકા છે. 

Corona Update: દેશમાં સતત થઈ રહેલા 'કોરોના વિસ્ફોટ' વચ્ચે મળ્યા આ રાહતના સમાચાર

નવી દિલ્હી: દેશમાં રોજેરોજ કોરોના (Corona Virus) ના કેસના વિસ્ફોટ જોવા મળી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 63,489 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોવિડ-19ના કુલ કેસનો આંકડો 25,89,682 પર પહોંચ્યો છે. જેમાંથી 6,77,444 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 18,62,258 લોકો સાજા થયા છે. જો કે આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે કે દેશમાં કોરોનાથી થતા મૃત્યુનો દર સતત ઘટી રહ્યો છે. હાલ મૃત્યુ દર 1.94 ટકા છે. 

fallbacks

ખુશખબર! આજથી વૈષ્ણો દેવીની યાત્રા શરૂ, શ્રદ્ધાળુઓ આ નિયમોનું ચુસ્તપણે કરે પાલન

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાથી 944 લોકોના જીવ ગયા છે. આ સાથે કોરાનાથી થયેલા મૃત્યુનો આંકડો 49,980 થયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 2,93,09,703 સેમ્પલ ટેસ્ટ થયા છે. ગઈ કાલે 15મી ઓગસ્ટના રોજ દેશમાં કુલ 7,46,608 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં જેમાંથી 63 હજાર જેટલા કેસ પોઝિટિવ આવ્યાં છે. 

ભારતમાં પણ રશિયાની કોરોના વેક્સીન બનાવવાની તૈયારી, ડીલ માટે શરૂ થઇ વાતચીત

મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં ભલે કેસ વધી રહ્યાં છે પરંતુ મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે. જે હવે 2 ટકાની અંદર ગયો છે. સારા  સમાચાર એ છે કે વૈશ્વિક સ્તરે ભારતમાં કોરોનાથી મૃત્યુ દર સૌથી ઓછો છે. અમેરિકામાં છેલ્લા 23 દિવસમાં 50 હજાર જેટલા લોકોના મૃત્યુ થયાં. બ્રાઝિલમાં 95 દિવસમાં 50 હજાર લોકોના જીવ ગયા અને મેક્સિકોમાં 141 દિવસમાં આ આંકડો  ક્રોસ થયો. જ્યારે ભારતમાં 156 દિવસમાં મૃત્યુઆંક 50 હજારે પહોંચી રહ્યો છે. હાલ ભારતમાં મૃત્યુ દર 1.94 ટકા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More