Home> India
Advertisement
Prev
Next

દેશમાં કોરોનાનો ભરડો, કન્ફર્મ કેસનો આંકડો 1 લાખ 90 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 8392 નવા દર્દીઓ

દેશમાં કોરોનાનો પ્રકોપ છે આ બધા વચ્ચે એક નવી શરૂઆત પણ આજથી થઈ છે. 24મી માર્ચથી દેશમાં જે લોકડાઉન લાગુ હતું તેના પાંચમા તબક્કાની શરૂઆત તો થઈ પરંતુ તેને નામ અનલોક 1 અપાયું છે. એટલે કે હવે ધીરે ધીરે દેશને ખોલવા તરફ લઈ જવાઈ રહ્યો છે. જેને લઈને આજથી ઘણી છૂટછાટ અપાઈ છે. પરંતુ આ બધા વચ્ચે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કેસ 1,90 હજારને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 8392 કેસ નોંધાયા છે. 

દેશમાં કોરોનાનો ભરડો, કન્ફર્મ કેસનો આંકડો 1 લાખ 90 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 8392 નવા દર્દીઓ

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો પ્રકોપ છે આ બધા વચ્ચે એક નવી શરૂઆત પણ આજથી થઈ છે. 24મી માર્ચથી દેશમાં જે લોકડાઉન લાગુ હતું તેના પાંચમા તબક્કાની શરૂઆત તો થઈ પરંતુ તેને નામ અનલોક 1 અપાયું છે. એટલે કે હવે ધીરે ધીરે દેશને ખોલવા તરફ લઈ જવાઈ રહ્યો છે. જેને લઈને આજથી ઘણી છૂટછાટ અપાઈ છે. પરંતુ આ બધા વચ્ચે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કેસ 1,90 હજારને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 8392 કેસ નોંધાયા છે. 

fallbacks

Corona: આજથી Unlock 1ના અમલ વચ્ચે ભારત માટે કોરોના પર આવ્યાં અત્યંત ચિંતાજનક સમાચાર 

સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા 24 કલાકમાં 8392 કેસનો જંગી વધારો થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 230 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1,90,535 થયા છે. જેમાંથી 93,322 કેસ એક્ટિવ છે. જ્યારે 91,819 લોકો સાજા થઈને ઘરે ગયા છે. 5394 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે. 

આજથી દેશમાં Unlock 1નો અમલ, આ 5 મોટા ફેરફાર તમારા જીવન પર કરશે ખાસ અસર

દેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે જ્યાં કોરોનાના કુલ 67655 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે 2286 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 29329 લોકો સાજા થઈને ઘરે ગયા છે. બીજા નંબરે તામિલનાડુ છે જ્યાં 22333 કેસ છે. જ્યારે 173 લોકોના મૃત્યુ થયા છે અને 12757 લોકો સાજા થયા છે. ત્રીજા નંબરે દિલ્હી છે જ્યાં કોરોનાના 19844 કેસ નોંધાયા છે અને 473 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 8478 લોકો સાજા થયા છે. 

જુઓ LIVE TV

ચોથા નંબરે ગુજરાત છે જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 16779 કેસ નોંધાયા છે. જ્યારે 1038ના જીવ ગયા છે જો કે 9919 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. પાંચમા નંબરે રાજસ્થાન આવે છે જ્યાં કોરોનાના કુલ 8831 કેસ નોંધાયા છે. જેમાંથી 194 લોકોના મૃત્યુ થયા છે અને 5927 લોકો સાજા થયા છે. જો કે હજુ પણ 2710 એક્ટિવ કેસ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More