Home> India
Advertisement
Prev
Next

Sputnik V Vaccine ને ગ્રામીણ વિસ્તારોમાં પહોંચાડવા માટેની યોજના, બધાને વિના મૂલ્યે મળશે રસી

ભારતમાં કોરોના સામેની લડતમાં હાલ બે સ્વદેશી રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પૈસા  લઈને રશિયન રસી સ્પુતનિક વી(Sputnik V) પણ મૂકવામાં આવી રહી છે. પરંતુ હવે જલદી લોકોને સરકારી હોસ્પિટલોમાં પણ ફ્રી સ્પુતનિક રસી આપવામાં આવશે. 

Sputnik V Vaccine ને ગ્રામીણ વિસ્તારોમાં પહોંચાડવા માટેની યોજના, બધાને વિના મૂલ્યે મળશે રસી

નવી દિલ્હી: ભારતમાં કોરોના સામેની લડતમાં હાલ બે સ્વદેશી રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલોમાં પૈસા  લઈને રશિયન રસી સ્પુતનિક વી(Sputnik V) પણ મૂકવામાં આવી રહી છે. પરંતુ હવે જલદી લોકોને સરકારી હોસ્પિટલોમાં પણ ફ્રી સ્પુતનિક રસી આપવામાં આવશે. 

fallbacks

મફતમાં મળશે સ્પુતનિક રસી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સ્પુતનિક રસી મફતમાં મળનારી ત્રીજી કોરોના રસી હશે. સરકારના વર્કિંગ ગ્રુપના ચેરમેન ડોક્ટર એનકે અરોરાએ જણાવ્યું કે સરકારી રસીકરણ કેન્દ્ર પર જલદી લોકોને ફ્રીમાં સ્પુતનિક રસી આપવાની તૈયારીઓ થઈ રહી છે. 

હાલના સમયમાં સ્પુતનિક રસીનો સપ્લાય ઓછો છે અને તે ફક્ત પ્રાઈવેટ સેન્ટર્સ ઉપર જ ઉપલબ્ધ છે. જ્યાં કિંમત ચૂકવનારને રશિયન રસી મળી રહી છે. ડોક્ટર અરોરાએ જણાવ્યું કે સરકાર તેનો સપ્લાય વધારવાની દિશામાં કામ કરી રહી છે. જલદી સ્પુતનિક ફ્રી વેક્સીનેશન પ્રોગ્રામનો ભાગ બનશે. 

Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

પોલીયોની જેમ થશે રસીકરણ
રશિયાની રસી સ્પુતનિકના સ્ટોરેજને લઈને પણ સમસ્યા છે. કારણ કે તેને રાખવા માટે માઈનસ 18 ડિગ્રીના તાપમાનની જરૂર પડે છે. આ અંગે ડોક્ટર અરોરાએ જણાવ્યું કે જે પ્રકારે પોલીયો રસી માટે કોલ્ડ ચેનની વ્યવસ્થા કરાઈ હતી તે જ રીતે સ્પુતનિકનો સ્ટોરેજ પણ કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આ રસીની પહોંચને સુનિશ્ચિત કરવામાં આવશે. 

રસીકરણની ઝડપમાં આવેલી અડચણ પર ડોક્ટર અરોરાએ કહ્યું કે આવનારા દિવસોમાં ફરીથી આ કામમાં તેજી લાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 34 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે અને જુલાઈ સુધીમાં 12થી 16 કરોડ ડોઝ વધુ આપવાની યોજના છે. તેમણે કહ્યું કે રોજના એક કરોડ ડોઝ આપવાની તૈયારી થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More