Home> India
Advertisement
Prev
Next

VIDEO: ભાજપના હોળી મિલન સમારોહમાં અચાનક મંચ તૂટી પડ્યો, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હોળી મિલન કાર્યક્રમનો એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયાં.

VIDEO: ભાજપના હોળી મિલન સમારોહમાં અચાનક મંચ તૂટી પડ્યો, અનેક ઘાયલ

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હોળી મિલન કાર્યક્રમનો એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયાં. વાત જાણે એમ હતી કે સંભલ જિલ્લામાં ભાજપના નેતાઓ દ્વારા હોળી મિલનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નેતાઓ એકબીજાને ગળે મળી રહ્યાં હતાં અને અચાનક ત્યારે જ સ્ટેજ તૂટી પડ્યું. મંચ પર હાજર અનેક લોકો ઘાયલ થયાં. 

fallbacks

કોંગ્રેસ શહીદોના બલિદાન દિવસને યાદ ન રાખી શકી, ટ્વિટર પર માર્યો મસમોટો લોચો

ઘાયલ થયેલા નેતાઓને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. તેમની સારવાર ચાલુ છે. વાત જાણે એમ હતી કે ચૂંટણી અગાઉ આયોજિત કરાયેલા આ હોળી મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતાં. એક પછી એક એમ મંચ પર નેતાઓનો જમાવડો થતો ગયો. સ્થિતિ એવી ઊભી થઈ કે ભાર વધી જતા આખરે મંચ તૂટી પડ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

ઘટના બાદ અફરાતફરી મચી અને ભાજપના જે નેતાઓ ઘાયલ થયા હતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. વાઈરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંચ પર મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર છે. એક નેતા કાર્યકરોને સંબોધિત કરી રહ્યાં છે અને ભાજપના કાર્યકરો નીચે તાળીઓ પાડી રહ્યાં છે. અચાનક ત્યારે જ મંચ તૂટે પડે છે. જેનાથી અફરાતફરી સર્જાય છે. હોળીનો મિલન સમારોહ છોડીને લોકો નેતાઓ અને કાર્યકર્તાઓને સંભાળવવામાં લાગે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More