નવી દિલ્હીઃ 2023-2024માં, ગુજરાતે પ્રતિ વ્યક્તિ ચોખ્ખી રાજ્ય ઘરેલુ ઉત્પાદન (NSDP) ની દ્રષ્ટિએ ₹1.96 લાખની આવક સાથે અન્ય તમામ મુખ્ય રાજ્યો કરતાં આગળ નીકળી ગયું, ત્યારબાદ કર્ણાટક ₹1.92 લાખ, હરિયાણા ₹1.83 લાખ અને તમિલનાડુ ₹1.80 લાખ સાથે બીજા ક્રમે રહ્યું. રસપ્રદ વાત એ છે કે, ઐતિહાસિક રીતે ટોચ પર રહેલું મહારાષ્ટ્ર, આ રેસમાં પાછળ રહી ગયું છે, જેની પ્રતિ વ્યક્તિ આવક ₹1.82 લાખ છે.
આ આંકડાને 2011-12ની સ્થિર કિંમતો પર આધારિત જણાવવામાં આવ્યા છે, જેનાથી ફુગાવાની અસર હટાવી વાસ્તવિક આવકનો અંદાજ લગાવી શકાય. જો વર્તમાન કિંમતોની વાત કરીએ તો ભારતની એવરેજ માથાદીઠ આવક 1.89 લાખ રહી.
લાઇવ મિંટના રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા રાજ્યવાર આંકડા અનુસાર ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ જેવા દક્ષિણી રાજ્ય પોતાની ઊંચી આવકને સારા શાસનનું પરિણામ જણાવી રહ્યાં છે. તો બિહાર અને ઝારખંડ જેવા પૂર્વી રાજ્ય હજુ પણ વિકાસની રેસમાં પાછળ જોવા મળી રહ્યાં છે.
દક્ષિણ અને પશ્ચિમમાં ચમક, ઉત્તર અને પૂર્વમાં મંદી
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યો, ખાસ કરીને ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા, આર્થિક રીતે વધુ પ્રગતિ કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ આ રાજ્યોમાં ઉદ્યોગ, સેવા અને આઇટી ક્ષેત્રોનો સારો વિકાસ હોવાનું માનવામાં આવે છે. તે જ સમયે, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતીય રાજ્યો પણ હરિત ક્રાંતિ જેવા પ્રયાસોને કારણે સારું પ્રદર્શન કરી રહ્યા છે.
તેનાથી વિપરીત, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા પૂર્વીય રાજ્યો હજુ પણ સૌથી ગરીબ રાજ્યોમાં ગણાય છે. આ રાજ્યોમાં શિક્ષણ, આરોગ્ય અને બિન-કૃષિ નોકરીઓ માટે તકોનો અભાવ હજુ પણ એક મોટો પડકાર છે.
આ પણ વાંચોઃ 15 વર્ષ પહેલા મુકેશ કરતા ધનવાન હતા અનિલ અંબાણી, પછી આ ભૂલને કારણે બધું ડૂબી ગયું
તેલંગાણા વૃદ્ધિ દર્શાવે છે, બિહાર પાછળ છે
2014માં આંધ્રપ્રદેશથી અલગ થયેલું તેલંગાણા હવે દેશના સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક બની ગયું છે. ઝડપી ઔદ્યોગિકીકરણ અને સરકારી પ્રયાસોને કારણે આ રાજ્ય ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. બીજી તરફ, બિહારની સ્થિતિ ચિંતાનો વિષય છે. 2000માં અખિલ ભારતીય સરેરાશની સરખામણીમાં તેની આવક 41.2% હતી, જે 2023-2024માં ઘટીને 33.2% થઈ ગઈ છે.
રાજ્ય વિભાજનની અસર
નિષ્ણાંતો પ્રમાણે રાજ્યોના વિભાજનની અસર પણ તેના વિકાસ પર પડી છે. બિહારથી 2000મા ઝારખંડ અલગ થયું, ત્યારબાદ બિહારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય જંવીવ સાન્યાલ અનુસાર, સંયુક્ત બિહારની સાપેક્ષ આવક 1960મા 0.17 ગણી હતી જે 2000મા 0.33 ગણી થઈ ગઈ. પરંતુ વિભાજન બાદ તે ઘટી 0.52 રહી ગઈ.
મધ્યપ્રદેશની પ્રગતિ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ પાછળ
મધ્યપ્રદેશે છેલ્લા એક દાયકામાં નોંધનીય પ્રગતિ કરી છે. 2023-2024મા તેની પ્રતિ વ્યક્તિ આવક 1.92 લાખ રહી, જે તમિલનાડુ અને તેલંગણાથી પણ આગળ નીકળી ગઈ છે. પરંતુ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ હજુ પણ અપેક્ષિત સ્તરથી નીચે છે. યુપીમાં પ્રતિ વ્યક્તિ આવક 1960મા અખિલ ભારતીય એવરેજના 60.7 ટકા હતી, જે હવે ઘટી માત્ર 40.3 ટકા રહી ગઈ છે. બિહાર અને ઝારખંડ જેવા રાજ્ય પણ હજુ પાયાની સુવિધા અને ઔદ્યોગિકરણની પ્રતિક્ષા કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે