નવી દિલ્હી/અમદાવાદ: ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)એ નવી સિદ્ધિ મેળવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના શ્રેષ્ઠ 5 સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનારું સ્મારક બન્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે.
VIDEO: મદમસ્ત આખલાને જોઈને ક્યારેય ન કરતા આ ભૂલ, નહીં તો કારચાલક જેવા હાલ થશે
પુરાતત્વ અધ્યયન અને સાંસ્કૃતિક સ્મારકોના અનુરક્ષણ માટે જવાબદાર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના શ્રેષ્ઠ 5 સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનારું સ્મારક બન્યું છે. જે મુજબ તાજમહેલે જ્યાં એક વર્ષમાં 56 કરોડની કમાણી કરી છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 63 કરોડની કમાણી કરી છે. અત્રે જણાવવાનું કે 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યે એક વર્ષ પૂરું થયું છે.
જુઓ LIVE TV
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચી છે અને દુનિયાનિી સૌથી ઊંચી પ્રતિમાં છે. તેની ખાસ વાત એ છે કે તેને બનાવવામાં 2989 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. તેને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ બનાવ્યું છે. આ મૂર્તિ સરદાર સરોવર બંધથી 3.2 કિમી દૂર સાધુબેટ નામની જગ્યાએ છે. જે નર્મદા નદીમાં આવેલો એક ટાપુ છે. આ મૂર્તિને બનાવવામાં 3000થી વધુ લોકો અને 250થી વધુ એન્જિનિયરોએ કામ કર્યું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે