Home> India
Advertisement
Prev
Next

Karwa Chauth 2019: ચાયણીથી ચંદ્રને જોવાની પરંપરા પાછળ છુપાયું છે એક રહસ્ય

કરવા ચોથ (Karva chauth 2019) પર ચંદ્રની ખાસ પૂજા કરવામા આવે છે. ચાયણીમાંથી ચંદ્ર જોઈને મહિલાઓ ઉપવાસ તોડે છે. દર વર્ષે મહિલાઓ આ પરંપરાને માને છે. પણ તમને એવો વિચાર જરૂર થતો હશે કે આખરે કેમ કરવા ચોથમાં ચાયણીમાંથી ચંદ્ર જોઈને ઉપવાસ તોડવામાં આવે છે. આ પાછળ એક ખાસ મહત્વ છે.

Karwa Chauth 2019: ચાયણીથી ચંદ્રને જોવાની પરંપરા પાછળ છુપાયું છે એક રહસ્ય

નવી દિલ્હી :કરવા ચોથ (Karva chauth 2019) પર ચંદ્રની ખાસ પૂજા કરવામા આવે છે. ચાયણીમાંથી ચંદ્ર જોઈને મહિલાઓ ઉપવાસ તોડે છે. દર વર્ષે મહિલાઓ આ પરંપરાને માને છે. પણ તમને એવો વિચાર જરૂર થતો હશે કે આખરે કેમ કરવા ચોથમાં ચાયણીમાંથી ચંદ્ર જોઈને ઉપવાસ તોડવામાં આવે છે. આ પાછળ એક ખાસ મહત્વ છે.

fallbacks

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હાલ, લોબીમાં ખાટલા પાથરી સારવાર આપી

કરવા ચોથની સાંજે ચાયણીને જોવા પાછળ એક દંતકથા છે. પ્રાચીન કાળથી એક શાહુકારની વાત પ્રચલિત છે. શાહુકારની પત્નીએ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. પરંતુ ભૂખથી તેની તબિયત બગડવા લાગી હતી. શાહુકારને સાત દીકરા હતા. શાહુકારના દીકરાઓએ બહેનને ખાવા માટે કહ્યું, પરંતુ શાહુકારની દીકરીએ ભોજન લેવાની ના પાડી. ત્યારે તેની તબિયત બગડવા લાગી. 

ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાશે

ભાઈઓ બહેનની આ હાલત ન જોઈ શક્યા. ત્યારે તેઓએ ચંદ્ર નીકળતા પહેલા જ એક વૃક્ષની આડશમાં ચાયણીની પાછળ એક દીવો રાખીને બહેનને ખોટો ચંદ્ર બતાવ્યો હતો. બહેનને તેને સાચો માનીને ઉપવાસ ખોલ્યો હતો. વ્રત ખોલ્યા બાદ તેના પતિનું મોત નિપજ્યું હતું. કહેવાય છે કે, અસલી ચંદ્રને જોયા વગર વ્રત તોડવાને કારણે જ તેના પતિનું મૃત્યુ થયું હતું.

બસ, ત્યારથી જ હાથમાં ચાયણી લઈને ચંદ્રને જોયા બાદ જ પતિને જોઈને કરવા ચોથનુ વ્રત ખોલવાની પરંપરા શરૂ થઈ. જેથી કોઈ છળકપટ કરીને વ્રત તોડાવી ન શકે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More