Home> India
Advertisement
Prev
Next

Rabindranath Tagore ની જન્મજંયતી પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી જાણી અજાણી વાતો

એક મહાન કવિ, લેખક, સાહિત્યકાર, નાટ્યકાર, નિબંધકાર...અને આ બધાની સાથો-સાથ એક મહાન વ્યક્તિત્વ એટલે રવીન્દ્રનાથ ટાગોર. તેમનું જીવન એક દંતકથા સમાન છે. આવો જાણીએ એક મહાન વ્યક્તિત્વના જીવનને.

Rabindranath Tagore ની જન્મજંયતી પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી જાણી અજાણી વાતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ 7 મે 1861માં કોલકાતાના એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ મળ્યું રવીન્દ્ર. આગળ જઈને જેણે દુનિયાના ખ્યાતનામ સાહિત્યકાર, કવિ અને મહાન વ્યક્તિત્વ તરીકે નામના મેળવી. જી હાં આપણે વાત કરી રહ્યાં છીએ મહાન વિભૂતિ રવીન્દ્રનાથ ટાગોરની. કોલકાતાના એક શ્રીમંત બંગાળી પરિવારમાં જન્મેલા રવીન્દ્રનાથને નાનપણથી જ લેખન અને સાહિત્ય સાથે પ્રેમ થઈ ગયો હતો. એજ કારણ હતુંકે, તેમણે ખુબ જ નાની ઉંમરે જ કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું હતું. કવિતાઓની સાથો-સાથ તેઓ નિબંધ અને નાટ્યરચનાઓ પણ લખતા હતા.
 

fallbacks

fallbacks

Billionaire's Divorces: છૂટાછેડા પછી આ પત્નીઓ બની ગઈ અરબપતિ અને પતિ થઈ ગયો 'થોડો ગરીબ'

જન્મઃ
રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ, કુટુંબ, શિક્ષણ, આપણા દેશના આ મહાન કવિનો જન્મ કોલકાતાના જોડોસાંકોની હવેલીમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવેન્દ્ર નાથ ટાગોર અને માતાનું નામ શારદા દેવી હતું. રવીન્દ્રનાથ ટાગોર કુલ 12 ભાઈ-બહેન હતા અને તે તેના માતાપિતાના 13 મા સંતાન હતા. રવિન્દ્રનાથ ટાગોરની માતાનું બાળપણમાં અવસાન થયું હતું અને તેમના પિતાએ એકલા હાથે તેમને અને તેમના ભાઈ-બહેનોને ઉછેર્યા હતા.

શિક્ષણઃ
રવિન્દ્ર નાથ ટાગોરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું. રવીન્દ્રનાથ ટાગોરના પિતા ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી તેમણે ટાગોર ને 1878 માં યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રવેશ અપાવ્યો. અહીં થોડો સમય કાનૂની અધ્યયન કર્યા પછી, રવીન્દ્રનાથ ટાગોરે તેમનો અભ્યાસ છોડી દેવાનો નિર્ણય કર્યો અને બંગાળ પાછા ફર્યા. ખરેખર રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યમાં ઘણી રુચિ હતી અને તેઓ સાહિત્યના ક્ષેત્રમાં જ પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. 1880 માં બંગાળ આવ્યા પછી, તેમણે ઘણી કવિતાઓ, વાર્તાઓ અને નવલકથા પ્રકાશિત કરી અને તે બંગાળમાં પ્રખ્યાત થયા.

Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું 

લગ્નઃ
રવીન્દ્રનાથ ટાગોરે 1883 માં મૃણાલિની દેવી સાથે લગ્ન કર્યા. તેણે મૃણાલિની દેવી સાથે લગ્ન કર્યા હતા, તે સમયે મૃણાલિની દેવી માત્ર 10 વર્ષ ના હતા. આ લગ્નથી તેમને પાંચ બાળકો થયા, જેમાંથી બેનું બાળપણમાં જ મૃત્યુ થયું હતું. તે જ સમયે, 1902 માં, રવિન્દ્રનાથ ટાગોરની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું.

મુખ્ય રચનાઓઃ
રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણા પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખી છે. તેમના નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકો ને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે કહેતા. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

Madhubala અને Kishor Kumar ની Love Story, જાણો કઈ રીતે બાળપણના મિત્રો બની ગયા જીવનસાથી

નોબેલ પુરસ્કાર વિજેતાઃ
રવીન્દ્રનાથ ટાગોરે લખેલી ગીતાંજલિ કવિતા માટે વર્ષ 1913 માં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915 માં, તેમને બ્રિટીશરોએ ‘સર’ ની પદવી પણ આપી હતી.

અવસાનઃ
80 વર્ષની જૈફ વયે 7 ઓગસ્ટ 1941 ના રોજ કોલકાતા અને તે સમયના બ્રિટીશ ભારતમાં તેમનું અવસાન થયું.

Oxygen Tree: આ 6 વૃક્ષોમાંથી સૌથી વધારે બને છે ઓક્સિજન, કોરોનાએ સમજાવી કુદરતની કિંમત

સંક્ષિપ્તમાં ટાગોરની જીવન ઝરમરઃ
1) જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી, રવિન્દ્રનાથ ટાગોરે બ્રિટિશરો દ્વારા તેમને અપાયેલા ‘સર’ પદવીનો ત્યાગ કર્યો હતો અને હત્યાકાંડની કડક નિંદા કરી હતી.
2) રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું છે. ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” છે જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર સોનાર” છે.
3) રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી ઘણી રચનાઓ જેમ કે ગીતાંજલિ, ગીતાલી, ગીતીમાલ્યા, શિશુ ભોલાનાથ, ઘીયા વગેરે પણ અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ છે.
4) ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ મહાત્મા તરીકે બોલાવ્યા હતા. જે પછી ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યા.
5) રવિન્દ્ર નાથ ટાગોરે 8 વર્ષની વયે તેમના જીવનની પહેલી કવિતા લખી હતી. જ્યારે તેણે 16 વર્ષની ઉંમરે પ્રથમ ટૂંકી વાર્તા લખી હતી.
6) રવીન્દ્રનાથ ટાગોર ત્રણ વખત પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા અને એવું કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.
7) રવિન્દ્ર નાથ ટાગોરે વર્ષ 1919 માં ‘કલા ભવન’ ની સ્થાપના કરી હતી જે 1921 માં સ્થપાયેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની હતી.
8) રવીન્દ્રનાથ ટાગોરે ઘણા દેશોની મુલાકાત પણ લીધી હતી અને 1878 અને 1930 ની વચ્ચે સાત વાર ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી.
9) રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા લખાણો આજે પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને તેમનું નામ વિશ્વના મહાન કવિઓ અને લેખકોમાં ગણાય છે.
10) રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક લેખક કે કવિ જ નહીં પણ પ્રખર સમાજ સુધારક પણ રહ્યાં છે. તેમણે સમાજજીવનના અનેક મહાન કાર્યો કર્યાં હતાં.

Covid-19 Recovery: કોરોનાના સંક્રમણ અને રિકવરી દરમ્યાન ભૂલથી પણ ખાઓ આ ચીજો, નહીં તો થશે ગંભીર નુકસાન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More