Home> India
Advertisement
Prev
Next

ભારતીય વાયુસેના પ્રમુખે મોદી સરકાર વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

ભારતીય વાયુસેનાના 87માં સ્થાપના દિવસ પર વાયુસેના પ્રમુખે મોદી સરકારના વખાણ કર્યા છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનું કારણ સરકારે દેખાડેલી રાજનીતિક ઈચ્છાશક્તિ ગણાવી છે.

ભારતીય વાયુસેના પ્રમુખે મોદી સરકાર વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

ગાઝિયાબાદ: ભારતીય વાયુસેનાના 87માં સ્થાપના દિવસ પર વાયુસેના પ્રમુખે મોદી સરકારના વખાણ કર્યા છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનું કારણ સરકારે દેખાડેલી રાજનીતિક ઈચ્છાશક્તિ ગણાવી છે. તેમણે કહ્યું કે મોદી સરકારના કારણે આતંકવાદ સામે લડવાની રીત બદલાઈ છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે મોદી સરકારે આતંકવાદ સામે લડવાની રીત બદલી છે. રાજનીતિક ઈચ્છા શક્તિના કારણે બાલાકોટ એરસ્ટ્રાઈક શક્ય બની. 

fallbacks

RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્રીનું કાર્ય પ્રશંસનીય'

અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેના આજે પોતાનો 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વાયુસેના દિવસના અવસરે ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેસ પર વિશેષ કાર્યક્રમનું આયોજન થયુ છે. કાર્યક્રમ દરમિયાન વાયુસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓની સાથે અન્ય દેશના સૈન્ય અધિકારીઓ પણ આ રંગારંગ કાર્યક્રમના સાક્ષી બન્યા છે. ભારતીય વાયુસેનાના જાંબાજ જવાનો તાકાતનું પ્રદર્શન કરી રહ્યા 

વાયુસેના દિવસ સમારોહ દરમિયાન આજે સવારે હિંડન એકબેસ પર વાયુસેનાના ધ્વજ માટે આકાશ ગંગા સ્કાઈડાઈવિંગ ટીમે પોતાના કરતબો સાથે કાર્યક્રમની શરૂઆત કરી. આકાશગંગા ટીમના સભ્યો પેરાશૂટ લઈને ઉતર્યા. આકાશગંગા ટીમ ઉતરતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતાં. 

જુઓ LIVE TV

સેના પ્રમુખ બિપિન રાવત, ભારતીય વાયુસેના પ્રમુખ આર કે સિંહ ભદૌરિયા, અને નેવી પ્રમુખ કરમબીર સિંહ વાયુસેના દિવસના સમારોહમાં સામેલ છે. સચિન રમેશ તેંડુલકરે માનદ ગ્રુપ કેપ્ટન તરીકે ભારતીય વાયુસેનાના 87માં એર શોમાં ભાગ લીધો છે. 

આ બધા વચ્ચે વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ વાયુસેનાના દિવસે કહ્યું કે આ (બાલાકોટ એરસ્ટ્રાઈક)ની રણનીતિક પ્રાસંગિકતા આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે રાજનીતિક નેતૃત્વનો સંકલ્પ છે. આતંકવાદી હુમલાઓને પહોંચી વળવા માટે સરકારની કામગીરીમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે પાડોશનું વર્તમાન સુરક્ષા વાતાવરણ ચિંતાનો વિષય બનેલો છે. પુલવામા આતંકી હુમલો રક્ષા પ્રતિષ્ઠાનો પર તોળાઈ રહેલા સતત જોખમની યાદ અપાવે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More