Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદી અને અમિત શાહે ભાજપના સીએમ સાથે ઘડી 2019ની રણનીતિ, આ પાંચ રાજ્યો પર અપાશે ધ્યાન

ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના 15 મુખ્યપ્રધાનો અને ગઠબંધન સરકારોમાં સામેલ ભાજપના સાત ઉમ-મુખ્યપ્રધાનોની નવી દિલ્હીમાં દિવસભર ચાલેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર ઉંડાણથી ચર્ચા કરવામાં આવી હતી.

 પીએમ મોદી અને અમિત શાહે ભાજપના સીએમ સાથે ઘડી 2019ની રણનીતિ, આ પાંચ રાજ્યો પર અપાશે ધ્યાન

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના 15 મુખ્યપ્રધાનો અને ગઠબંધન સરકારોમાં સામેલ ભાજપના સાત ઉમ-મુખ્યપ્રધાનોની નવી દિલ્હીમાં દિવસભર ચાલેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર ઉંડાણથી ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે, પાર્ટી પાંચ રાજ્યોમાં વધુ ધ્યાન આપશે, જ્યાં તેની પાસે વર્તમાનમાં વધુ સીટો છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર છે. 

fallbacks

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આ મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનોની બેઠકમાં સામેલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, કેન્દ્રમાં એનડીએની બીજીવાર સરકાર બનાવવામાં આ રાજ્યોના મુખ્યપ્રધાનોની ખૂબ મોટી જવાબદારી છે. 

પ્રચાર પર ધ્યાન
આ પાંચ રાજ્યોની 208 સીટોમાંથી ભાજપે 192 સીટો જીતી હતી અને તે સમયે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પાર્ટીની સરકાર ન હતી. આ સમયે આ પાંચ રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન છે. તેથી તેમની મોટી જવાબદારી છે. સૂત્રો પ્રમાણે આ વાતને ધ્યાનમાં રાખીને જ ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવી રહી છે. 

ભાજપની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના કામકાજના પ્રચાર પર વધુ ધ્યાન આપવામાં આવશે. જેથી યોજનાઓનો લાભ યોગ્ય લોકો સુધી પહોંચી શકે અને વધુમાં વધુ લોકોને સરકારના કામની જાણકારી મળે. આ વિશે એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું અને મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનોનો ફીડબેક પણ લેવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More