Home> India
Advertisement
Prev
Next

તણાવમુક્ત નિંદર છે ચમકતી ત્વચા અને હેલ્ધી લાઇફનું રહસ્ય

સામાન્ય રીતે વ્યક્તિની નિંદર જ્યારે પુરી નથી થતી ત્યારે અસર ચહેરા પર દેખાય છે

તણાવમુક્ત નિંદર છે ચમકતી ત્વચા અને હેલ્ધી લાઇફનું રહસ્ય

નવી દિલ્હી : સામાન્ય રીતે વ્યક્તિની નિંદર જ્યારે પુરી નથી થતી ત્યારે અસર ચહેરા પર દેખાય છે હકીકતમાં જેવી રીતે વ્યક્તિ માટે ખાવાપીવાનું જરૂરી છે એવી જ રીતે યોગ્ય પ્રમાણમાં નિંદર લેવાનું પણ જરૂરી છે. જોકે કોઈ કારણોસર યોગ્ય રીતે નિંદર ન થાય તો લુક અને કાર્યક્ષમતા પર અસર પડે છે.  આ સંજોગોમાં સ્ટ્રેસ ફ્રી નિંદર લેવી જરૂરી છે. આનાથી ચહેરા પર ગ્લો આવે છે. 

fallbacks

શરીરમાં જ્યારે કોઈ સંતુલન બગડી જાય છે ત્યારે અસંતુલનને કારણે સ્વાસ્થ્ય પણ બગડી જાય છે. આમ, યોગ્ય નિંદર અને ભોજનનું સંતુલન સ્વસ્થ જીવન માટે જરૂરી છે. જો યોગ્ય પ્રમાણમાં નિંદર ન લેવામાં આવે તો વાળ ખરી પડવાની સમસ્યા પણ વધી જાય છે. નિંદરની સાથેસાથે ઓક્સિજન ફેસિયલ, ડેડ સી ફેસિયલ અને હાઇડ્રા ફેસિયલ જેવી ટ્રીટમેન્ટ પણ ત્વચાને ખાસ લુક આપે છે.

ચહેરાની ત્વચા બહુ soft હોય છે અને આ કારણે એનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. આ સંજોગોમાં દિવસમાં જ્યારે સમય મળે ત્યારે power nap લેવાથી ચહેરાને નવી તાજગી મળે છે. આમ પાવર નેપથી સ્કિનને રાહત મળશે અને ચહેરાનો નિખાર પણ વધશે.

હેલ્થને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More