દિલ્હી એનસીઆરમાં એકવાર ફરીથી ભૂકંપે લોકો વચ્ચે ડરનો માહોલ પેદા કર્યો છે. ગુરુવારે સવારે 9.04 વાગ્યે 4.2ની આસપાસની તીવ્રતાવાળા ભૂકંપે લોકોને હચમચાવી દીધા. તેનું કેન્દ્રબિન્દુ ગુરવારા આસપાસ હરિયાણાથી 3-4 કિમી દૂર હોવાનું કહેવાય છે. ચોંકાવનારી વાત એ છે કે આ વખતે ભૂકંપે વરસાદ વચ્ચે દસ્તક આપી. આ પાછળના વૈજ્ઞાનિક કારણ અને ભારતમાં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારો વિશે પણ જાણો.
ભૂકંપના કારણો
ભૂકંપ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે ટેક્ટોનિક પ્લેટમાં કોઈ પણ પ્રકારની હલચલ થવી. ધરતી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. જે સતત ધીમી ગતિથી હલતી રહે છે. આ પ્લેટ્સના પરસ્પર ટકરાવવાા કે ખસવાના કારણે એક ઉર્જા નીકળે છે જેનાથી ભૂકંપના ઝટકા મહેસૂસ થાય છે. વિજ્ઞાન કહે છે કે આ પ્લેટો દર વર્ષે પોતાની સ્થિતિ 4-5 કિમી સુધી બદલે છે. આ બધા વચ્ચે તેમાં અથડાણ થવાથી તે ફસાય છે અને પછી ફરીથી એનર્જી ફ્રી થવાના કારણે ભૂકંપ આવે છે.
ભારતમાં ભૂકંપના વિસ્તારો
ભારતમાં જે વિસ્તારોમાં સૌથી વધુ ભૂકંપ આવે છે તેને રિંગ ઓફ ફાયર કહે છે. જેમાં અમેરિકા, જાપાન અને ઈન્ડોનેશિયાના પણ કેટલાક વિસ્તારો સામેલ છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. આ ખતરાના આધારે દેશને 5 ભૂકંપીય ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.
ઝોન 5
આ ઝોનમાં પૂર્વોત્તર ભારત, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતનો કચ્છ વિસ્તાર, ઉત્તર બિહાર અને આંદમાન નિકોબાર ટાપુઓ સામેલ છે. અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. આ સૌથી વધુ જોખમવાળા વિસ્તારો ગણાય છે.
ઝોન 4
જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના બાકી ભાગ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશનો ઉત્તરી ભાગ, બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગ તેમાં આવે છે. આ ઉચ્ચ જોખમવાળા વિસ્તાર છે.
ઝોન 3
તેમાં કેરળ, બિહાર, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પૂર્વ ગુજરાત, અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગો સામેલ છે. ઝોન 3ને મધ્યમ ક્ષેત્રમાં રાખવામાં આવે છે.
ઝોન 2
આ ઓછા જોખમવાળા વિસ્તાર છે જેમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, અને હરિયાણા આવે છે.
ઝોન 1
આ ઝોન સાવ ઓછા જોખમવાળો છે. જેમાં પશ્ચિમી મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, પૂર્વી મહારાષ્ટ્ર, અને ઓડિશાના કેટલાક ભાગો સામેલ છે.
ભૂકંપ અને વરસાદ
આજે સવારે ભૂકંપ વરસતા વરસાદ વચ્ચે આવ્યો હતો જેના કારણે અનેક લોકોના મનમાં શંકા જેવી સ્થિતિ પેદા થઈ કે ક્યાંક તેનું કારણ વરસાદ તો નથી. તમને જણાવી દઈએ કે વરસાદ અને ભૂકંપને કોઈ કનેક્શન હોતું નથી. જો કે કેટલાક મામલાઓમાં અત્યંત ભારે વરસાદ ભૂકંપના સમયને પ્રભાવિત કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે