Home> India
Advertisement
Prev
Next

Success Story: 10માં અને 12માં ધોરણમાં નાપાસ થવા છતાં 22 વર્ષે IAS બન્યા, કારકિર્દીની શરૂઆત થઈ હતી રાજકોટથી

મંજિલ સુધી પહોંચવા માટે રસ્તો ગમે તેટલો અઘરો હોય પરંતુ જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તે પાર કર્યાં વગર રહેતું નથી. અમે જે આઈપીએસ અધિકારીની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે આઈએએસ અંજુ શર્મા. જેમણે અસફળતાઓમાંથી શીખ મેળવીને સફળતાના શિખરો સર કર્યા છે.

Success Story: 10માં અને 12માં ધોરણમાં નાપાસ થવા છતાં 22 વર્ષે IAS બન્યા, કારકિર્દીની શરૂઆત થઈ હતી રાજકોટથી

UPSC સિવિલ સર્વિસ એક્ઝામ આપણા દેશમાં અઘરી પરીક્ષાઓમાંથી એક ગણાય છે. તે પાસ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે. આજે અમે તમને એક એવી મહિલા આઈએએસ વિશે જણાવીશું જેમણે 10માં અને 12માં ધોરણમાં નપાસ થવા છતાં હિંમત ન હારી અને આખરે પહેલા જ પ્રયત્નમાં અઘરી યુપીએસસી પરીક્ષા પાસ કરી. જે દર્શાવે છે અડગ મનના માનવી આગળ હિમાલય પણ ટૂંકો પડે. મંજિલ સુધી પહોંચવા માટે રસ્તો ગમે તેટલો અઘરો હોય પરંતુ જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો તે પાર કર્યાં વગર રહેતું નથી. 

fallbacks

અમે જે આઈપીએસ અધિકારીની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે આઈએએસ અંજુ શર્મા. જેમણે અસફળતાઓમાંથી શીખ મેળવીને સફળતાના શિખરો સર કર્યા છે. ધોરણ 12માં તેઓ ઈન્ટરમીડિએટમાં અર્થશાસ્ત્ર વિષયમાં ફેલ થયા હતા જો કે બાકીના વિષયોમાં તેમને ડિસ્ટિંક્શન મળ્યા હતા. અને દસમા ધોરણની પ્રી બોર્ડ પરીક્ષા કેમિસ્ટ્રી  વિષયમાં ફેલ થયા હતા. નિષ્ફળતાઓ આગળ તેમણે હાર ન માની અને શીખ લઈ આગળ વધ્યા. 

એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે ફેલ થયા બાદ તેમણે અભ્યાસને ખુબ ગંભીરતાથી લીધો. તેમણે કહ્યું કે મારી પ્રી બોર્ડ એક્ઝામને ક્લીયર કરવા માટે મારી પાસે ખુબ અધ્યાય હતા. આથી મે ગભરાવવાની અને પરેશાન થવાની જગ્યાએ મારી તૈયારીઓ પર  ફોકસ કર્યું. તેમણે કહ્યું કે મારી આજુબાજુના લોકો  એ વાત પર ભાર આપતા હતા કે ધોરણ 10 અને ધોરણ 12નું પરફોર્મન્સ કેટલું જરૂરી છે. 

ફેલ થયા બાદ સબક લીધો
આટલી બધી નિષ્ફળતાઓ છતાં અંજુ શર્મા ડટી રહ્યા અને આ દરમિાયન તેમના માતાએ તેમને ખુબ સાથ આપ્યો. અંજૂને પણ ખબર પડી ગઈ હતી કે તેમની અભ્યાસની સ્ટ્રેટેજી યોગ્ય નથી. આથી તેમણે કોલેજમાં શરૂઆતથી જ અભ્યાસ પર  ફોક્સ કર્યું. આ સબક લીધા બાદ તેમણે પાછા વળીને જોયું નથી. તેમણે કોલેજ જોઈન કરી અને એટલું જ નહીં કોલેજમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો. જયપુરથી તેમણે બીએસસી અને એમબીએનો અભ્યાસ કર્યો. તેમણે ત્યારબાદ પોતાના ગ્રેજ્યુએશનના અભ્યાસની સાથે જ યુપીએસસીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. 

આ રીતે ક્લિયર કરી પરીક્ષા
અંજુ શર્માનો જન્મ 1969માં રાજસ્થાનમાં થયો હતો. તેમણે માત્ર 22 વર્ષની ઉંમર અને પોતાના પહેલા જ પ્રયત્નમં યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. અંજૂ શર્મા 1991ની બેન્ચના ગુજરાત કેડરના આઈએએસ છે. અંજૂનું કહેવું છે કે યુપીએસસીની પરીક્ષા હોય કે પછી બોર્ડની. ફક્ત એક પરીક્ષા જ તો હોય છે. એકવારની નિષ્ફળતાથી નિરાશ  થવાની જગ્યાએ તેમાંથી પાઠ ભણવો જોઈએ. તેમણે 1991માં રાજકોટમાં આસિસ્ટન્ટ કલેક્ટરના પદથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓ ગાંધીનગરમાં કલેક્ટર સહિત અન્ય પદો ઉપર પણ કામ કરી ચૂક્યા છે. હાલ તેઓ શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ સચિવાલય ગાંધીનગરમાં પ્રધાન સચિવના પદ પર કાર્યરત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More