Home> India
Advertisement
Prev
Next

6 દિવસ બાદ ચાર રાશિના નસીબના ઘોડા એવા દોડશે કે રૂપિયા ભરવા નવી તિજોરી લેવી પડશે

આગામી 15 માર્ચ 2022 ના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મીન એ સૂર્યની મિત્ર રાશિ છે. સૂર્યના આ ગોચરથી 4 રાશિઓને બહુ જ મોટો ફાયદો મળવાનો છે

6 દિવસ બાદ ચાર રાશિના નસીબના ઘોડા એવા દોડશે કે રૂપિયા ભરવા નવી તિજોરી લેવી પડશે
  • 15 માર્ચે સૂર્ય નવી રાશિમાં પ્રવેશ કરશે
  • મીન રાશિમાં પ્રવેશ 4 રાશિઓને ફાયદો કરાવશે 
  • 4 રાશિઓનુ કિસ્મત એવુ બદલાશે કે લોટરી લાગશે

ઝી મીડિયા/બ્યૂરો :સૌર મંડળમાં ગ્રહોની સ્થિતિમાં થતી એક નાનકડુ પરિવર્તન પણ તમામ રાશિઓ પર મોટી અસર કરે છે. અનેક રાશિના લોકોની કિસ્મત ચમકી જાય છે, તો કોઈ રાજા પરથી રંક બની જાય છે. લોકોની જિંદગી પર થનારી આ અસર શુભ-અશુભ હોઈ શકે છે. તમામ ગ્રહોના ગોચરમાં સૂર્યનું ગોચર મહત્વનુ માનવામા આવે છે. આગામી 15 માર્ચ 2022 ના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. મીન એ સૂર્યની મિત્ર રાશિ છે. સૂર્યના આ ગોચરથી 4 રાશિઓને બહુ જ મોટો ફાયદો મળવાનો છે. માન-સન્માન, સફળતા, આત્મવિશ્વાસના કારક ગ્રહ સૂર્ય આ રાશિઓને તગડો ફાયદો આપવાના છે. 

fallbacks

સૂર્યનું ગોચર આ રાશિઓને આપશે લાભ

  • વૃષભ રાશિ

સૂર્ય દેવ વૃષભ રાશિના આવકના ભાવમાં ગોચર કરી રહ્યાં છે. આ સ્થિતિ આ રાશિના જાતકોની આવક વધારી દેશે. તેમને ધન લાભ કરાવવાની સાથે સેથા આવકના રસ્તાઓ પણ ખોલી આપશે. વેપારીઓને અચાનક મોટો નફો થવાની શક્યતા છે. ઈન્વેસ્ટર્સ માટે પણ આ સમય સારો બની રહેશે. ખાસ કરીને મિલકતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવુ બહુ જ ફાયદાકારક સાબિત થશે. 

  • મિથુન રાશિ

સૂર્ય મિથુન રાશિના કરિયરના ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સ્થિતિ આ રાશિના જાતકો માટે નવી નોકરીની તક આપી શકે છે. અથવા તો હાલની નોકરીમાં જ પ્રમોશન મળી શકે છે. તમારા તમામ કાર્યોના વખાણ થશે. વેપારીઓને પણ ધન લાભ થઈ શકે છે. રાજનીતિમાં સક્રિય લોકોને મોટા પદ મળવાના યોગ બની રહ્યાં છે. 

  • કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને સૂર્યનું આ ગોચર બહુ જ ફાયદો કરાવશે. સૂર્ય આ રિશાના ભાગ્યના ભાવમાં ગોચર કરીને આ જાતકોના ભાગ્યમાં વૃદ્ધિ કરાવશે. તેનાથી દરેક કામમાં સફળતા મળશે. બિઝનેસ હોય કે નોકરી, તમામમાં તગડો ફાયદો થશે. આ જાતકોને મોટા પદ મળી શકે છે. 

  • ધન રાશિ

સૂર્યનો ગોચર ધન રાશિના ભાગ્ય  અને ધર્મ ભાવમાં થઈ રહ્યુ છે. સાથે સુખ સંપત્તિના ભાવમાં પણ ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે ધન રાશિના લોકોને નસીબનો ભરપૂર સાથ મળશે. ધન સંપત્તિ વધારશે. નવુ ઘર કે નવી ગાડી ખરીદી શકો છો. વેપારીઓને જબરદસ્ત ફાયદો મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કામ કરનારાઓ માટે આ સમય ફાયદાકારક બની રહેશે. 

એટલે એમ કહી શકાય કે, સૂર્યના ગોચરનો આ સમય ચારેય રાશિઓ માટે લોટરી લાગવા જેવો બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More