ગુરુદાસપુર: લોકસભા ચૂંટણી 2019ના હવે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે જે 19મી મેના રોજ છે. છેલ્લા અને સાતમા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થવાનું છે. પંજાબની 13 લોકસભા બેઠકો પર છેલ્લા તબક્કામાં મતદાન છે. આ બધા વચ્ચે પંજાબની ગુરુદાસપુરની બેઠક ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ બેઠક પરથી ભાજપે અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલને ઉમેદવાર બનાવ્યા છે. સની દેઓલ ગુરુદાસપુરમાં પ્રચારમાં તનતોડ મહેનત કરી રહ્યાં છે.
ઝી ન્યૂઝના પત્રકાર સાથે વાતચીતમાં તેમણે આજે કહ્યું કે મને નેતા બનવામાં હજુ થોડો સમય લાગશે. જો કે લોકો તરફથી મને ખુબ પ્રેમ મળી રહ્યો છે અને આ પ્રેમ મતમાં પણ ફેરવાશે. તેમણે કહ્યું કે મારા પિતા અને અભિનેતા ધર્મેન્દ્ર પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સાથે હતાં અને હું પીએમ મોદીની સાથે છું. સની દેઓલે કહ્યું કે દેશમાં પીએમ મોદીની સામે કોઈ હરિફાઈ નથી.
જુઓ LIVE TV
સની દેઓલે કહ્યું કે ગુરુદાસપુરમાં વિરોધી પક્ષો મારીથી ડરી ગયા છે અને મને ફ્લોપ હીરો ગણાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે જો હું ફ્લોપ હીરો હોઉ તો તેમને કઈ વાતનો ડર છે. તેમણે દાવો કર્યો કે તેઓ ગુરુદાસપુરમાં જંગી બહુમતથી જીતશે કારણ કે તેમને જનતાનો ખુબ પ્રેમ મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે