Home> India
Advertisement
Prev
Next

Sunny Deolને મળી 'Y' કેટેગરીની સુરક્ષા, સાથે રહેશે 11 જવાન-2 કમાંડો

સની દેઓલને 'Y' શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. થોડા દિવસો પહેલાં જ સની દેઓલે કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું, ત્યાર પછી હુમલાના ભયને પગલે તેમને 'Y' શ્રેણીની સુરક્ષા આપવામાં આવી.

Sunny Deolને મળી 'Y' કેટેગરીની સુરક્ષા, સાથે રહેશે 11 જવાન-2 કમાંડો

નવી દિલ્લીઃ બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના સાંસદ સની દેઓલને કેન્દ્ર સરકારે બુધવારે  'Y' કેટેગરીની સુરક્ષા આપવામાં આવી. ન્યૂઝ એજન્સી આઈએએનએસના એક રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ જણાવ્યુંકે, નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારનું સમર્થન કરનારી એમની ટિપ્પણીઓ બાદ અભિનેતાની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સની દેઓલને વાય કેટેગરીની સિક્યોરીટી આપવામાં આવી. જેમાં 11 સુરક્ષાકર્મીઓ સહિત 2 કમાંડો પણ સામેલ હશે.

fallbacks

ગત સપ્તાહે ગુરદાસપુરના સાંસદ સની દેઓલે એક ટ્વીટ કર્યું હતું, જેને લઈને ભારે વિવાદ થયો હતો. સનીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં કહ્યું હતુંકે, આ બાબતને ખેડૂતો અને સરકારની વચ્ચે જ રહેવો જોઈએ. આ સાથે જ સનીએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું હતુંકે, કેટલાંક લોકો ખેડૂતોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સની દેઓલે કહી આ વાતો
સની દેઓલે ટ્વીટ કરીને કહ્યું હતુંકે, મને ખબર છેકે, કેટલાંક લોકો આ સ્થિતિનો લાભ લેવા માંગે છે. અને તે લોકો સમસ્યાઓ ઉભી કરી રહ્યાં છે. એ લોકો ખેડૂતો વિશે નથી વિચારી રહ્યાં. એ એમનો પોતાનો એજન્ડા હોઈ શકે છે. હું મારી પાર્ટી અને ખેડૂતોની સાથે ઉભો છું અને હંમેશા ખેડૂતોની સાથે જ રહીશ. અમારી સરકાર હંમેશા ખેડૂતોના હિતની જ વાત કરે છે, ખેડૂતોનું હિત જ વિચારે છે. મને વિશ્વાસ છેકે, સરકાર સાથે વાતચીતથી આ મામલાનું યોગ્ય નિરાકરણ આવી જશે. 

અશ્વ હતા રાજાની આન બાન શાન, જાણો ભારતના મહારાજાઓના અશ્વોની વીરતાની કહાની

ધર્મેન્દ્રનું આ નિવેદન આવ્યું હતું સામે
છેલ્લાં 22 દિવસોથી આ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો દિલ્લી બોર્ડર પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જોકે, હજુ સુધી આ મામલાનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું. આ મુદ્દે સની દેઓલના પિતા અને બોલીવુડના એક્ટર ધર્મેન્દ્રએ પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ધર્મેન્દ્રએ લખ્યું હતુંકે, હું મારા ખેડૂત ભાઈઓની પીડા જોઈને ખુબ જ દુઃખી છું. સરકારે જલદી આ અંગે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More