Home> India
Advertisement
Prev
Next

અમ્ફાને પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, રાજ્યપાલે શેર કરેલા VIDEOમાં જોવા મળી ભયાનક સ્થિતિ

સુપર સાયક્લોન અમ્ફાને (Amphan Cyclone) ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે બંને રાજ્યોમાં 10થી 12 લોકોના મોત થયા છે. તોફાનની સ્થિતિ પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. હાલાતની સમીક્ષા માટે દિલ્હીમાં હાઈ લેવલની બેઠક ચાલુ છે. પશ્ચિમ બંગાલના રાજ્યપાલ જગદીપ ધનખડે પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. 

અમ્ફાને પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશ, રાજ્યપાલે શેર કરેલા VIDEOમાં જોવા મળી ભયાનક સ્થિતિ

કોલકાતા: સુપર સાયક્લોન અમ્ફાને (Amphan Cyclone) ઓડિશા અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે બંને રાજ્યોમાં 10થી 12 લોકોના મોત થયા છે. તોફાનની સ્થિતિ પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. હાલાતની સમીક્ષા માટે દિલ્હીમાં હાઈ લેવલની બેઠક ચાલુ છે. પશ્ચિમ બંગાલના રાજ્યપાલ જગદીપ ધનખડે પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. 

fallbacks

વીડિયોમાં તોફાનના કારણે જે તબાહી થઈ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજ્યપાલે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે અમ્ફાનના કારણે થયેલી જાનમાલની હાનિથી હું વ્યથિત છું. હું છેલ્લા કેટલાક દિવસોથી સતત એજન્સીઓના સંપર્કમાં હતો. તેમની પ્રતિબદ્ધતાએ નુકસાન ઓછું કર્યું છે. તેમણે વધુમાં લખ્યું છે કે તે પોતાની પાછળ વિશાનના નિશાન છોડી ગયું છે. દાયકાઓમાં સૌથી ખરાબ, તમામે મોટા પાયે રાહત કાર્ય માટે આગળ આવવાની જરૂર છે. 

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાલમાં ભારે વરસાદ અને પૂરપાટ ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઠેર ઠેર ઝાડ ઉખડી ગયા છે. અનેક ઘરો તોફાનમાં વહી ગયા છે. ચારેબાજુ પાણી ફરાયા છે. કોલકાતામાં તોફાનના કારણે ખુબ નુકસાન થયું છે. સચિવાલયને પણ નુકસાન થયુ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ સાયક્લોનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. શ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનથી 10થી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ જાણકારી મમતા બેનરજીએ પોતે આપી છે.

જુઓ LIVE TV

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશામાં જે ડેમેજ થવાનું હતું તે થઈ ગયુ છે. તોફાનને જોતા બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરળ, તામિલનાડુને પહેલેથી અલર્ટ કરી દેવાયા હતાં. જો કે તોફાનને પહોંચી વળવા માટે NDRFની ટીમો બરાબર કામે લાગેલી છે. પશ્ચિમ બંગાળથી અત્યાર સુધીમાં 5 લાખ અને ઓડિશામાંથી 1,58,640 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More