નવી દિલ્હી: સુપર સાયક્લોન અમ્ફાન દીઘા તટે ત્રાટકી ચૂક્યું છે. ત્રાટકતાની સાથે જ ભીષણ વાવાઝોડા અમ્ફાનનું વિકરાળ સ્વરૂપ પણ જોવા મળ્યું છે. જેણે અનેક વિસ્તારોમા તબાહી મચાવી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અનેક લોકોના મોત થયા છે. આ બાજુ હાલાતની સમીક્ષા કરવા માટે દિલ્હીમાં એક હાઈલેવલની બેઠક બોલાવવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વાવાઝોડું આગામી 3 કલાકમાં નબળું પડે તેવી શક્યતા છે.
સુપર સાયક્લોન Amphanના કારણે બંગાળમાં 10-12, ઓડિશામાં 2 લોકોના મોત
પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનથી 10થી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ જાણકારી મમતા બેનરજીએ પોતે આપી છે. ઉત્તર અને દક્ષિણ 23 પરગણામાં તોફાને ભારે તબાહી મચાવી છે. આ સાથે જ કોલકાતામાં તોફાનથી ખુબ નુકસાન થયું છે. સચિવાલયને પણ નુકસાન થયું છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ સાયક્લોનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માટે ગુહાર લગાવી છે.
કોલકાતામાં તોફાનના કારણે સેંકડો ઝાડ ઉખડી ગયા છે જેના કારણે અવરજવરને અસર થઈ છે. એનડીઆરએફની ટીમો રસ્તાઓ પર ટ્રાફિક ક્લિયર કરવાનું કામ કરી રહી છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશામાં જે ડેમેજ થવાનું હતું તે થઈ ગયુ છે. તોફાનને જોતા બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરળ, તામિલનાડુને પહેલેથી અલર્ટ કરી દેવાયા હતાં. જો કે તોફાનને પહોંચી વળવા માટે NDRFની ટીમો બરાબર કામે લાગેલી છે. પશ્ચિમ બંગાળથી અત્યાર સુધીમાં 5 લાખ અને ઓડિશામાંથી 1,58,640 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા છે.
એનડીઆરએફની ટીમો સહિત દેશની ત્રણેય સેનાઓ પણ એક્ટિવ મોડમાં છે. પીએમ મોદી પોતે સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે. અનેક મીટિંગ્સ તેમણે કરી છે.
જુઓ LIVE TV
અમ્ફાન તોફાને ઓડિશા અને બંગાળના લોકોને ગણતરીના કલાકોમાં કયામતની ઝલક દેખાડી દીધી. તોફાનની ગતિ ઓછી થઈ ત્યાં સુધીમાં તો કોલકાતામાં બધુ ઉલટપુલટ થઈ ગયુ હતું. શહેરમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતાં. ગાડીઓ નાવની માફક તરી રહી હતી. ઝાડ ઉખડી ગયા હતાં. મોટા મોટા હોર્ડિંગ, વીજળીના થાંભલા તૂટી પડ્યા હતાં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે