Home> India
Advertisement
Prev
Next

અંધવિશ્વાસ-માન્યતા અને પરંપરા, ત્રીજી સદીમાં આ દેશે કરી હતી પતંગની શોધ

ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું.

અંધવિશ્વાસ-માન્યતા અને પરંપરા, ત્રીજી સદીમાં આ દેશે કરી હતી પતંગની શોધ

અમદાવાદ: કહેવાય છે કે ઇસા પૂર્વ ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્‍કુને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્‍ધ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હતી. આ ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, ઉત્તર આફ્રિકા સુધી થયો. પતંગ ઉડાડવાનો શોખ દુનિયાના અનેક ભાગોમાં થઇ ભારતમાં પહોચ્‍યો અને ભારતની સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં વણાઇ ગયો. 

fallbacks

ભગવાન રામે કરી હતી પતંગ ચગાવવાની શરૂઆત, જાણો Kite Flyingના ફાયદા

ઉતરાયણ એટલે સૂર્યનું ઉત્તર દીશામાં પ્રયાણ થવુ, આ દિવસે પવિત્ર હોઇ નદીઓમાં સ્‍નાન કરવું , ગરીબોને દાન આપવાની પરંપરા ચાલતી આવી છે. અન્‍ય દેશોમાં પતંગ 2300 વર્ષના ઇતિહાસમાં વિવિધ માન્‍યતાઓ પરંપરાઓ અને અંધવિશ્વાસોની વાહક પણ રહી છે. માનવીની આકાંક્ષાઓને આકાશની ઉંચાઇઓ સુધી લઇ જનારી પતંગ કયાંક અપશુકનની કે પછી કયાંક ઇશ્વર સુધી પોતાનો સંદેશ પહોંચાડવાના માધ્‍યમના રૂપમાં પ્રતિષ્‍ઠિત છે.

ચીનમાં કિંગ રાજવંશના શાસક દરમ્‍યાન પતંગ ઉડાડીને તેને અજ્ઞાત છોડી દેવાને અપશુકન માનવામાં આવતું. તદઉપરાંત કપાયેલી પતંગને પકડવી કે ઉઠાવવાને પણ અપશુકન માનવામાં આવતું. પતંગ ધાર્મિક આસ્‍થાઓના પ્રદર્શનનું પણ માધ્‍યમ રહી છે. થાઇલેન્‍ડના લોકો પોતાની પ્રાર્થના ભગવાન સુધી પહોચાડવા માટે વર્ષા ઋતુમાં પતંગ ઉડાડતા. કોરીયામાં પતંગ પર બાળકોના નામ અને તેની જન્‍મ તારીખ લખી ઉડાડવામાં આવતી કે જેથી એ વર્ષે બાળક સાથે સંકળાયેલું દુર્ભાગ્‍ય પતંગની સાથે જ ઉડી જાય.

Makar Sankranti 2021 Grah Yog: મકર સંક્રાંતિ પર બની રહ્યો આ ગ્રહોનો દુર્લભ યોગ, લાવશે સુખ-સમૃદ્ધિ

પતંગ સાથે  હવામાનની થર્મોમીટર મીટર જોડી માહિતી મેળવવા આગાહી અને અભ્‍યાસ કરવા ઉપરાંત ડેલ્‍ટા યુનિ ઓફ ટેકનોલોજી દ્વારા એક પ્રોજેકટ હેઠળ 102 m ના પતંગ દ્વારા 10 કિલોવોટ સુધીની ઉર્જા ઉત્‍પાદનનો પ્રયોગ હાથ ધરવામાં આવ્‍યો છે. આ અંગે જે વિસ્‍તારોમાં હવાનો તેજ પ્રવાહ હોય તેવા વિસ્‍તારોમાં પતંગની દોરી સાથે ટર્બાઇનની મુવમેન્‍ટ જોડીને ઉર્જા ઉત્‍પાદન ક્ષેત્રે સંશોધન પ્રયાસોની સતત પ્રયાસો હાથ ધરાઇ રહયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More