નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તેમના વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ મુદ્દે કયા મુદ્દે સુનાવણી થશે. તે નક્કી કરવાની પરવાનગી આપી. આ મુદ્દે તેના પર 2 દિવસ બાદ સુનાવણી થશે.
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલ વિરૂદ્ધ ચૂંટણી લડેલા ઉમેદવાર બળવંત સિંહે રાજ્યસભા ચૂંટણીને લઇને અહેમદ પટેલ વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીને નકારી કાઢવામાટે અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ અહમદ પટેલની અરજી પર 4 અઠવાડિયા બાદ આગામી સુનાવણી કરશે.
આ હતો સમગ્ર મામલો
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂતે આઠ ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતની ત્રણ રાજ્ય સભા સીટો માટે ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાયા હતા. રાજપૂતને એક સીટ પર ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. ચૂંટણી કમિશને માપદંડોના ઉલ્લંઘન પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહિલના મતને અમાન્ય જાહેર કરવાનો આદેશ કર્યો હતો, ત્યારબાદ બળવંત સિંહ રાજપૂતને અહેમદ પટેલ સામે હારનો કરવો પડ્યો હતો. ચૂંટણી બાદ બળવંત સિંહે ઓગસ્ટ 2017માં અરજી કરીહ અતી, જેમાં કમિશનના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે