Home> India
Advertisement
Prev
Next

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેની અરજી સુપ્રીમે ફગાવી,  સુનાવણી કરવાનો કર્યો ઇનકાર 

નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેની અરજી સુપ્રીમે ફગાવી,  સુનાવણી કરવાનો કર્યો ઇનકાર 

New Parliament Building Boycott: નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન વાળી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી સાંભળવા યોગ્ય નથી. સદનસીબે એ સારી બાબત છે કે અમે દંડ ફટકારી રહ્યાં નથી. આવી અરજીઓ પર ધ્યાન આપવું એ અમારું કામ નથી. અમને ખબર છે કે આવી પિટિશન કેમ દાખલ કરવામાં આવી? જણાવી દઈએ કે અરજીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. હવે આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

fallbacks

અરજીમાં કરવામાં આવી હતી આ માગણી
સંસદ પરનો વિવાદ દેશની સૌથી મોટી કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ સીઆર જયા સુકીન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ સંસદનું અભિન્ન અંગ છે. આવી સ્થિતિમાં તેમને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અરજીમાં આ અંગે લોકસભા સચિવાલયને સૂચના આપવાની માંગ કરવામાં આવી છે.

નવી સંસદના ઉદ્ઘાટન પર રાજકીય હોબાળો
તમને જણાવી દઈએ કે નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનાર પક્ષોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે, જ્યારે સમર્થક પક્ષોની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. સમર્થકોમાં એનડીએના 18 પક્ષો અને બિન-એનડીએના 7 પક્ષોનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશના આ મંદિરની ડિઝાઈન પરથી તૈયાર કરાયું છે નવું સંસદ ભવન, જુઓ તસવીરો

2000 રૂપિયાની નોટ ગઈ! હવે બહાર પડશે 75 રૂપિયાનો સિક્કો, ખાસ જાણો તેના વિશે

PM નું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે, વિપક્ષના બાયકોટ પર શાહનો હુમલો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More