નવી દિલ્હીઃ Demonetization SC Case: વર્ષ 2016માં થયેલી નોટબંધીના છ વર્ષ બાદ હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ તેની માન્યતા પર સુનાવણી કરશે. તે માટે જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની અધ્યક્ષતામાં 5 જજોની બેંચની રચના કરવામાં આવી છે. 28 સપ્ટેમ્બરે બેંચ મામલાની વિસ્તૃત સુનાવણીની તારીખ નક્કી કરી શકે છે. 16 ડિસેમ્બર 2016ના મામલો બંધારણીય પીઠને સોંપવામાં આવ્યો હતો પરંતુ બેંચની રચના અત્યાર સુધી થઈ નહોતી.
કેસની સુનાવણી માટે જે બેંચની રચના કરવામાં આવી છે, તેના સભ્ય- જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, બી આર ગવઈ, એ.એસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને બી વી નાગરત્ના છે. 8 નવેમ્બર 2016ના કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટ પરત લઈ લીધી હતી. તેના વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નોટબંધી વિરુદ્ધ દાખલ અરજીને સાંભળતા 15 નવેમ્બર 2016ના તત્કાલીન ચીફ જસ્ટિસ ટી એસ ઠાકુરે કહ્યુ હતુ, 'આ યોજના પાછળ સરકારનો ઇરાદો પ્રશંસાપાત્ર છે. અમે આર્થિક નીતિમાં દખલ દેવા ઈચ્છતા નથી પરંતુ અમને લોકોને થઈ રહેલી અસુવિધાની ચિંતા છે. સરકાર આ મુદ્દા પર એફિડેવિટ દાખલ કરે.'
આ પણ વાંચોઃ અશોક ગેહલોતની ભૂલનો શશિ થરૂરને મળશે ફાયદો, 30 સપ્ટેમ્બરે ફોર્મ ભરશે, પવન બંસલ રેસમાં
બાદમાં અરજીકર્યા પક્ષના વકીલોએ યોજનામાં ઘણી કાયદાકીય ભૂલ હોવાની દલીલ કરી. ત્યારબાદ 16 ડિસેમ્બર 2016ના સુપ્રીમ કોર્ટે કેસને પાંચ જજોની બંધારણીય પીઠને મોકલી આપ્યો હતો પરંતુ ત્યારે સુપ્રીમ કોર્ટે નોટબંધી પર પ્રતિબંધ લગાવવા સહિત મામલામાં કોઈપણ અંતરિમ આદેશ આપવાની ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મામલા પર અલગ-અલગ હાઈકોર્ટમાં દાખલ અરજીઓની સુનાવણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
બંધારણીય પીઠને સોંપતા 3 જજોની બેંચે 9 સવાલ નક્કી કર્યા હતા. તેમાંથી કેટલાક સવાલ-
- શું 8 નવેમ્બરનું નોટિફિકેશન કાયદાકીય રીતે યોગ્ય નહોતું?
- નોટિફિકેશન જાહેર થયા બાદ નોટ કાઢવા અને બદલવા પર થયેલી રોક-ટોક શું લોોકના બંધારણીય અધિકારોનું હનન હતું?
- શું મૌદ્રિક નીતિ સાથે જોડાયેલા મામલા પર કોર્ટમાં સુનાવણી થઈ શકે છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે