Home> India
Advertisement
Prev
Next

Gyanvapi Survey: જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે પર હાલ સુપ્રીમે લગાવી રોક, કહ્યું-મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં જાય

Gyanvapi Survey Latest Udpate: યુપીના વારાણસીમાં ચાલી રહેલા જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે પર રોક લગાવાની માંગણી કરતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીમાં ચાલી રહેલા ASI સર્વે પર બુધવાર સાંજ 5 વાગ્યા સુધી રોક લગાવી છે અને મુસ્લિમ પક્ષને કહ્યું કે તમે હાઈકોર્ટ જાઓ.

Gyanvapi Survey: જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે પર હાલ સુપ્રીમે લગાવી રોક, કહ્યું-મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં જાય

Gyanvapi Survey Latest Udpate: યુપીના વારાણસીમાં ચાલી રહેલા જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે પર રોક લગાવાની માંગણી કરતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીમાં ચાલી રહેલા ASI સર્વે પર બુધવાર સાંજ 5 વાગ્યા સુધી રોક લગાવી છે અને મુસ્લિમ પક્ષને કહ્યું કે તમે હાઈકોર્ટ જાઓ. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ASI ને કહી શકીએ કે ત્યાં સુધી યથાસ્થિતિ જળવાવવી જોઈએ.  મુસ્લિમ પક્ષની માંગણી હતી કે સર્વે પર રોક જ લગાવવી જોઈએ. સીજેઆઈએ કહ્યું કે અમે ASI ને નિર્દેશ આપી શકીએ કે હાલ કોઈ ખોદકામ ન થાય. તેની સુનાવણી શુક્રવારે કરી શકીએ છીએ. અત્રે જણાવવાનું કે આજે મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપી સર્વેનો મામલો CJI ની બેન્ચ સમક્ષ રજૂ કર્યો.  હિન્દુ પક્ષે સર્વે પર રોક લગાવવાી મુસ્લિમ પક્ષની માંગણીનો વિરોધ કર્યો. હિન્દુ પક્ષે કહ્યું કે જે સર્વે થઈ રહ્યો છે તેમાં સીલ કરાયેલો એરિયા સામેલ નથી. 

fallbacks

હિન્દુ પક્ષે કર્યો અરજીનો વિરોધ
સીજેઆઈએ કહ્યું કે મામલો પહેલેથી જ 28 જુલાઈની સુનાવણી માટે લિસ્ટેડ છે. ત્યારે મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે અમને તેનાથી કોઈ મુશ્કેલી નથી. જિલ્લા જજે સર્વેનો આદેશ આપ્યો છે. આથી જલદી સુનાવણીની માંગણી સાથે અમે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છીએ. સીજેઆઈએ કહ્યું કે તમે હાઈકોર્ટ કેમ જતા નથી. સીજેઆઈએ સલાહ આપી કે આ સર્વે તમારા જૂના આદેશનો ભંગ છે. અમે હાલ રોક ઈચ્છીએ છીએ. હિન્દુ પક્ષે સર્વે પર રોકની મુસ્લિમ પક્ષની માંગણીનો વિરોધ કર્યો. હિન્દુ પક્ષે કહ્યું કે ASI સર્વેની અરજી સુનાવણીના લિસ્ટમાં નથી. સર્વે પર રોકનું ઔચિત્ય નથી. 

2 અઠવાડિયાનો આપી શકીએ સમય
સીજેઆઈએ મુસ્લિમ પક્ષને કહ્યું કે તમે ઈચ્છો તો અમે 2 અઠવાડિયાનો સમય આપી શકીએ છીએ જેથી કરીને તમે હાઈકોર્ટમાં જઈ શકો. આ દરમિયાન ત્યાં ખોદકામ જેવું કોઈ કામ નહીં થાય. જો ASI ફક્ત ત્યાં માપવું, ફોટોગ્રાફી જેવું જ કામ કરી રહી છે તો તે જગ્યાનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ શકે. સીજેઆઈએ કહ્યું કે હાલ સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છીએ. જ્યારે સોલિસિટર જનરલે કહ્યું કે સારું રહેશે કે હાઈકોર્ટ જ આ કેસને મેરિટ પર સુનાવણી કરી લે. 

મુસ્લિમ પક્ષની માંગણી
મુસ્લિમ પક્ષે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ હાલ  સર્વે પર રોક લગાવી દે તો તેનાથી કોઈ નુકસાન થવાનું નથી. જહુ એ પણ નક્કી નથી થયું કે હિન્દુ પક્ષનો દાવો સુનાવણી લાયક છે કે નહીં. તો પછી સર્વેની આ કવાયતનો અર્થ શું છે. મુસ્લિમ પક્ષના વકીલે અલાહાબાદ હાઈકોર્ટના 2021માં અપાયેલા આદેશનો હવાલો આપ્યો. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે ત્યારે હાઈકોર્ટે ASI સર્વેથી ઈન્કાર કર્યો હતો. તો પછી જિલ્લા જજ કેવી રીતે આદેશ આપી શકે છે. મુસ્લિમ પક્ષે કહ્યું કે આ વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટે શિવલિંગવાળી જગ્યા પર સર્વે અંગે રોક લગાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More