Home> India
Advertisement
Prev
Next

PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

PM Cares Fundમાં જમા થયેલા પૈસાને National Disaster Response Force (NDRF)માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ થયેલી અરજી ફગાવી દીધી. કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM Cares Fund ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. 

PM Cares Fund ના પૈસા NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: PM Cares Fundમાં જમા થયેલા પૈસાને National Disaster Response Force (NDRF)માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ થયેલી અરજી ફગાવી દીધી. કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM Cares Fund ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. 

fallbacks

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની AIIMSમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (CPIL) તરફથી દાખલ થયેલી જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે 17 જૂનના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીમાં PM Cares Fundમાં જમા થયેલા પૈસાને NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માગણી કરાઈ હતી. 

PM મોદીના ભાષણથી ચીનમાં ખળભળાટ, 'ભૂમાફિયા' દેશ કરવા લાગ્યો 'મિત્રતા'ની વાતો 

સુપ્રીમ કોર્ટમાં ગત સુનાવણીમાં કેન્દ્ર સરકારે આ ફંડ બનાવવાનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પીએમ કેર્સ ફંડ બનાવવા પર રોક નથી. રાષ્ટ્રીય કે રાજ્ય આફત સમયે પીએમ કેર ફંડ બીજા ફંડ પર રોક લગાવતા નથી. લોકો તે ફંડમાં સ્વેચ્છાએ દાન કરી શકે છે. આથી આ તમામ પૈસા NDRFમાં ટ્રાન્સફર કરવાની માગણી સુનાવણી યોગ્ય નથી. કેન્દ્ર સરકારે આ મામલે દાખલ જનહિત અરજી ફગાવવાની માગણી કરી હતી. 

'નેશનલ ડિજિટલ હેલ્થ મિશન'ના Unique હેલ્થ ID વડે આ રીતે મળશે લોકોને લાભ, રિપોર્ટ વિના થશે સારવાર

આ બાજુ CPIL તરફથી કેસની પૈરવી કરતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કેન્દ્ર સરકાર પર અનેક અનિયમિતતાઓના આરોપ લગાવ્યાં હતાં. પ્રશાંત ભૂષણે કહ્યું કે કેન્દ્ર સરકારે ડીએમએ મુજબ કોવિડ-19ને સામેલ કરવા માટે એક રાષ્ટ્રીય યોજના તૈયાર કરવી જોઈએ. આ યોજનામાં કેન્દ્રએ રાહત માટે ન્યૂનતમ માપદંડો જાહેર કરવા જોઈએ. પીએમ કેર ફંડની તમામ રસીદો સીએજી તરપથી ઓડિટ કરાવીને તેની જાણકારી સાર્વજનિક કરવી જોઈએ. જે ધનરાશિનો ખુલાસો નથી કરાયો તે તમામને NDRF કોષમાં ટ્રાન્સફર કરવી જોઈએ. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More