Home> India
Advertisement
Prev
Next

Corona ને કાબૂમાં કરવા માટે સુપ્રીમ કોર્ટ પણ લોકડાઉનના પક્ષમાં, કેન્દ્ર અને રાજ્યોને શું કહ્યું તે જાણો

દેશમાં કોરોના (Corona Virus) થી બગડતી સ્થિતિ જોતા સુપ્રીમ કોર્ટે લોકડાઉન લગાવવાની વાત કરી છે.

Corona ને કાબૂમાં કરવા માટે સુપ્રીમ કોર્ટ પણ લોકડાઉનના પક્ષમાં, કેન્દ્ર અને રાજ્યોને શું કહ્યું તે જાણો

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) થી બગડતી સ્થિતિ જોતા સુપ્રીમ કોર્ટે લોકડાઉન લગાવવાની વાત કરી છે. કોર્ટે કહ્યું કે કોરોના વાયરસના વધતા કેસને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકડાઉન પર વિચાર કરી શકે છે. અત્રે જણાવવાનું કે અનેક રાજ્યમાં કોરોના કર્ફ્યૂ લાગેલો છે. પરંતુ આમ છતાં સંક્રમણ ઘટતું નથી. 

fallbacks

સુપર સ્પ્રેડર ઈવેન્ટ પર રોક લગાવો
સુપ્રીમ કોર્ટે (Supreme Court)  રવિવારે રાતે સુનાવણી કરતા એમ પણ કહ્યું કે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવા માટે વિચાર કરવાનો આગ્રહ કરીશું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કહ્યું કે તેઓ લોક કલ્યાણના હિતમાં કોરોનાની બીજી લહેર પર અંકુશ લગાવવા માટે લોકડાઉન પર વિચાર કરી શકે છે. 

ગરીબોના ભોજનનું ધ્યાન રાખવું જોઈએ
કોર્ટે કહ્યું કે લોકડાઉન દરમિયાન નબળા વર્ગોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે તે લોકડાઉનના સામાજિક અને આર્થિક પ્રભાવથી પરિચિત છે ખાસ કરીને ગરીબો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે. આથી જો લોકડાઉન લગાવવાની જરૂર હોય તો સરકારે ગરીબોની જરૂરિયાતને પૂરી કરવાની વ્યવસ્થા પહેલેથી કરી લેવી જોઈએ. 

Oxygen ની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો શું કહ્યું?

સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More