Home> India
Advertisement
Prev
Next

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, INS Viraat નું ભંગાણ અટકાવવાનો આદેશ

ભારતીય નેવીથી રિટાયર થયેલા વિમાનવાહક જહાજ INS Viraat) ને તોડવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court)  આજે રોક લગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, INS Viraat નું ભંગાણ અટકાવવાનો આદેશ

નવી દિલ્હી: ભારતીય નેવીથી રિટાયર થયેલા વિમાનવાહક જહાજ INS Viraat) ને તોડવા પર સુપ્રીમ કોર્ટે (Supreme Court)  આજે રોક લગાવી દીધી છે. INS વિરાટને ગુજરાત (Gujarat) ના ભાવનગરના શ્રીરામ ગ્રુપે ખરીદ્યુ હતું અને તેને અલંગ શિપયાર્ડમાં તોડવાની કામગારી ચાલતી હતી. ત્યારબાદ એનવિટેક મરીન કન્સલ્ટન્સ લિમિટેડ નામની કંપનીએ 100 કરોડ રૂપિયાની ચૂકવણી કરીને INS વિરાટને સંગ્રહાલય તરીકે સંરક્ષિત કરવાની માગણી કરી હતી. 

fallbacks

2017માં નેવીની સેવાથી થયું હતું મુક્ત
લગભગ 30 વર્ષ સુધી ભારતીય નેવીની શાન રહેલા આઈએનએસ વિરાટ (INS Viraat) ને 6 માર્ચ 2017ના રોજ ભારતીય નેવીની સેવાથી મુક્ત કરાયું હતું. આ જહાજ ભારત અગાઉ બ્રિટિશની રોયલ નેવીમાં HMS હર્મિસ તરીકે 25 વર્ષ સુધી પોતાની સેવા આપી ચૂક્યું હતું. ત્યારબાદ 1987માં INS વિરાટ તરીકે ઈન્ડિયન નેવીમાં સામેલ થયું. 

Shocking! ચમોલીનો અત્યંત આઘાતજનક Video, ધસમસતા પ્રવાહમાં જીવતા વહી ગયા લોકો

દેશના અનેક સમુદ્રી ઓપરેશનમાં નિભાવી મહત્વની ભૂમિકા
લગભગ 222 મીટર લાંબા અને 49 મીટર પહોળા આઈએનએસ વિરાટે ભારતીય નેવીમાં સામેલ થયા બાદ જુલાઈ 1989માં ઓપરેશન જ્યુપિટરમાં શ્રીલંકામાં શાંતિ સ્થાપવાના ઓપરેશનમાં ભાગ લીધો. વર્ષ 2001માં ભારતીય સંસદ પર હુમલા બાદ ઓપરેશન પરાક્રમમાં પણ વિરાટની ભૂમિકા હતી. સમુદ્રના આ મહાયોદ્ધાએ દુનિયાના 27 ચક્કર કાપ્યા. જેમાં તેણે 1 કરોડ 94 હજાર 215 કિલોમીટરની મુસાફરી કરી. 

Farmers Protest: ભારત સરકારે કહ્યું- 1178 એકાઉન્ટ બ્લોક કરો, Twitter એ આપ્યો જવાબ

હરતું ફરતું નાનકડા શહેર જેવું હતું INS વિરાટ
આ જહાજ (INS Viraat) એક હરતું ફરતું નાના શહેર જેવું હતું. તેના પર લાઈબ્રેરી, જીમ, ટીવી અને વીડિયો સ્ટુડિયો, હોસ્પિટલ, દાંતની સારવારનું સેન્ટર, મીઠાના પાણીનું ડિસ્ટિલેશન પ્લાન્ટ વગેરે સુવિધા હતી. જેટલું ગૌરવશાળી આ જહાજ હતું તેટલી જ ગૌરવશાળી તેની વિદાય પણ હતી. રિટાયર કરતા પહેલા 23 જુલાઈ 2016ના રોજ વિરાટે પોતાની છેલ્લી મુસાફરી મુંબઈથી કોચ્ચિ વચ્ચે કરી હતી. પોતાના સમગ્ર કાર્યકાળમાં તે 2250 દિવસ સુધી સમુદ્રની લહેરો વચ્ચે ખેલતો રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More