Home> India
Advertisement
Prev
Next

Kerala માં 6 સપ્ટેમ્બર યોજાનારી ઓફલાઇન એક્ઝામ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, સરકારને આપ્યો આ આદેશ

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કેરલ (Kerala) માં 6 સપ્ટેમ્બરે યોજાનારી 11મા ધોરણને ઓફલાઇન એક્ઝામ (Offline Exams) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે કેરલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

Kerala માં 6 સપ્ટેમ્બર યોજાનારી ઓફલાઇન એક્ઝામ પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ, સરકારને આપ્યો આ આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ કેરલ (Kerala) માં 6 સપ્ટેમ્બરે યોજાનારી 11મા ધોરણને ઓફલાઇન એક્ઝામ (Offline Exams) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે કહ્યું કે કેરલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એવામાં બાળકોને જીવને જોખમ મુકી ન શકાય. 

fallbacks

કોરોનાના 70 ટકા કેસ કેરલમાં
જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ઋષિકેસ રોય અને જસ્ટિસ સી.ટી. કુમારની ખંડપીઠ (Supreme Court)એ શુક્રવારે આ મુદ્દે સુનાવણી કરી. કોર્ટે કહ્યું 'દેશમાં કોરોનાના કુલ કેસમાંથી લગભગ 70 ટકા કેસ કેરલ સાથે જોડાયેલા છે. ત્યાં સ્થિતિ સતત ખરાબ ચાલી રહી છે. એવામાં ઓફલાઇન એક્ઝામ યોજવી બાળકો માટે ખતરો વધી જશે. 

કોણ છે ટપ્પૂની 'નાની પત્ની', પોતાની અદાઓ વડે હસીનાઓને આપે છે ટક્કર

'સરકારે સ્થિતિનું આકલન કર્યું નથી
કોર્ટે (Supreme Court) એ કહ્યું કે કેરલ (Kerala) સરકારે ઓફલાઇન એક્ઝામ આયોજિત કરાવતાં પહેલાં રાજ્યમાં કોરોનાની સ્થિતિનું ગંભીરતાપૂર્વક આંકલન કર્યું નથી. આ વિશે રાજ્ય સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો. પરંતુ ત્યાંથી પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નથી. કોર્ટે કહ્યું કે આ મુદ્દે આગામી સુનાવણી સુધી પરીક્ષા પર પ્રતિબંધનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે આ મુદ્દે આગામી સુનાવણી માટે 13 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. 

WhatsApp ને આંચકો, પ્રાઇવેસી પોલિસીને લઇને ફટકાર્યો 19 અબજ 50 કરોડનો દંડ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અરજી
આ પહેલાં કેરલ હાઇકોર્ટ (Kerala High Court) એ ઓફલાઇન એક્ઝામ આયોજિત કરવાના મુદ્દે નીતિગત મુદ્દા ગણતાં કોઇપણ હસ્તક્ષેપ કરવાની મનાઇ કરી દીધી હતી. ત્યારબાદ એડવોકેટ Rasoolshan A એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કોરોનાને જોતાં ઓફલાઇન એક્ઝામને રોકવાની માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More