Home> India
Advertisement
Prev
Next

Surgical Robot: રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલમાં હવે સર્જિકલ રોબોટ દ્વારા કરાશે કેન્સરના દર્દીઓની સર્જરી, ખાસ જાણો વિગતો

આ સ્વદેશી ટેક્નિકથી ઈન્ડિયન મેઈડ ટેક સ્ટાર્ટ અપ એસએસ ઈનોવેશન્સ દ્વારા વિક્સિત કરાયેલી સર્જિકલ રોબોટ સિસ્ટમ છે. તેનાથી દેશમાં સર્જિકલ પ્રક્રિયાઓના એક નવા દોરની શરૂઆત થશે.

Surgical Robot: રાજીવ ગાંધી કેન્સર હોસ્પિટલમાં હવે સર્જિકલ રોબોટ દ્વારા કરાશે કેન્સરના દર્દીઓની સર્જરી, ખાસ જાણો વિગતો

નવી દિલ્હી: રાજીવ ગાંધી કેન્સર ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIR), નવી દિલ્હી ખાતે ભારતમાં જ બનેલા સર્જિકલ રોબર્ટ 'SSI મંત્રા' ને ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ સ્વદેશી ટેક્નિકથી ઈન્ડિયન મેઈડ ટેક સ્ટાર્ટ અપ એસએસ ઈનોવેશન્સ દ્વારા વિક્સિત કરાયેલી સર્જિકલ રોબોટ સિસ્ટમ છે. તેનાથી દેશમાં સર્જિકલ પ્રક્રિયાઓના એક નવા દોરની શરૂઆત થશે. સર્જિકલ રોબર્ટ SSI મંત્રાની ડિઝાઈન વિશ્વ વિખ્યાત રોબોટિક કાર્ડિયાક સર્જન ડો. સુધીર પી શ્રીવાસ્તવે કરી છે.  તેમણે દાવો કર્યો છે કે આ રોબોટથી દેશભરમાં લોકો માટે રોબોટિક સર્જરી સુલભ અને સસ્તી થઈ જશે. કેન્સર  દર્દીઓેને એ ફાયદો પણ થશે કે તેમણે હવે વધુ દિવસ સુધી સર્જરી બાદ હોસ્પિટલમાં રહેવું નહીં પડે. 

fallbacks

વિશ્વ વિખ્યાત રોબોટિક કાર્ડિયાક સર્જન ડોક્ટર સુધીર પી શ્રીવાસ્તવે કહ્યું કે  જે કોમ્પ્લેક્સ ઓપરેશન હોય છે તે સરળતાથી થઈ શકશે, રિકવરી પણ જલદી થાય છે. અમે એક સસ્તા રોબર્ટને બનાવ્યો જેથી કરીને તે દરેક સામાન્ય માણસ સુધી પહોંચે અને તેનો ખર્ચો પણ વધુ નથી. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આયુષ્યમાન ભારત હેઠળ તેને કવર કરે જેથી કરીને ગરીબોમાં તેના દ્વારા સસ્તી સારવાર થઈ શકે અને આ સાથે જ ભારતની અંદર જ તેના નિર્માણને લઈને સરકાર મદદ કરે. 

એસએસ ઈનોવેશન્સના ડો. સુધીર શ્રીવાસ્તવ સંસ્થાપક અને ચેરમન તથા સીઈઓ છે જેમને રોબો ડોક્ટર તરીકે પણ ઓળખે છે. તેમણે કહ્યું કે 'રોબોટિક સર્જરીના ફાયદા અને દેશમાં સર્જિકલ રોબોટિક સિસ્ટમની ઓછી ઉપલબ્ધતાને જોતા મે નવા સર્જિકલ રોબોટિક સિસ્ટમ પર કામ કરવાનું નક્કી નકર્યું જે પોતાના આધુનિક ફિચર્સ સાથે કાર્ડિયાક સર્જરી સહિત વિભિન્ન પ્રકારની સર્જરીને સારી અને ઓછી ખર્ચાળ બનાવી શકે. એસએસઆઈમાં અમે દેશના પ્રતિભાશાળી એન્જિનિયર્સ અને અનુભવી વિશ્વસ્તરીય વૈજ્ઞાનિકોની મદદથી આમ કરવામાં સફળ થયા છીએ.'

Hamid Ansari વિશે થયો નવો ખુલાસો, ખોટું બોલવાનો લાગ્યો આરોપ, પાક પત્રકાર સાથે હતી 'ગાઢ' મિત્રતા

SSI મંત્રાની ખાસિયતો
SSI મંત્રા સર્જિકલ રોબોટિક સિસ્ટમ, આધુનિક ટેક્નોલોજી ફીચર્સથી લેસ એક મોડ્યુલર મલ્ટી આર્મ સિસ્ટમ છે. તેમાં 3-5 રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરાય છે. આ સાથે જ તેમા ઓપન ફેસ અર્ગોનોમિક સર્જન  કમાન્ડ સેન્ટર, 32 ઈંચનું મોટું 3ડી એચડી મોનિટર, 23 ઈંચનો 2ડી ટચ પેનલ હોય છે. જેના પર દર્દી સંલગ્ન તમામ જાણકારી ડિસ્પ્લે થાય છે. આ સાથે જ એક વર્ચ્યુઅલ રિયલ ટાઈમ ઈમેજ તથા હોલોગ્રાફિક ડાઈકોમ ઈમેજની સુપર ઈમ્પોઝિશનની ક્ષમતા પણ હોય છે. વિઝન કાર્ટ ટીમને 3ડી એચડી વ્યૂ આપે છે. જેનાથી સર્જન સર્જરી દરમિયાન સારી સુરક્ષા અને દક્ષતાને સુનિશ્ચિત કરી શકે છે. 

મોડ્યુલર રોબોટિક આર્મ દ્વારા જરૂરિયાત મુજબ આર્મ્સનો ઉપયોગ થઈ શકે છે. તેનાથી સર્જિકલ ઓપરેશન્સમાં કોઈ પ્રકારના ધર્ષણની સંભાવના રહેતી નથી. તેમાં 30 વિભિન્ન પ્રકારના રોબોટિક એન્ડો સર્જિકલ ઉપકરણ હોય છે. જેનો ઉપયોગ કાર્ડિયાક સર્જરી સહિત વિભિન્ન પ્રકારની સર્જરીમાં થઈ શકે છે. તેનાથી સારી ડિઝાઈન અને અનુકૂભ ફીચર્ચના પગલે લર્નિંગ કર્વ નાનો હોય છે. 

Ripudaman Singh Malik: શીખ નેતા રિપુદમન મલિકની કેનેડામાં ગોળી મારીને હત્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More