નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Death Case) સંલગ્ન ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તી (Reha Chakraborty) ની આજે પણ પૂછપરછ ચાલુ છે. NCBની ટીમ છેલ્લા એક કલાકથી રિયાની પૂછપરછ કરી રહી છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવ્યાં છે. જે મુજબ હવે બહુ જલદી CBI સુશાંતના હત્યારાના નામનો પર્દાફાશ કરવા જઈ રહી છે. ZEE NEWની ખબર મુજબ આવતી કાલે એટલે કે મંગળવારે CBI સુશાંતના હત્યારાના નામનો ખુલાસો કરી શકે છે.
મહેશ શેટ્ટી પાસેથી મળ્યો મોટો ક્લૂ
હકીકતમાં હાલમાં જ CBIએ સુશાંતના મિત્ર મહેશ શેટ્ટી (Mahesh Shetty) સાથે વાત કરી છે. આ પૂછપરછમાં સુશાંત મામલે કોઈ મોટો ક્લૂ હાથ લાગ્યો છે. ત્યારબાદ હવે હત્યારાઓનો પર્દાફાશ થવાનો છે.
સુશાંતે મોતના એક દિવસ અગાઉ કર્યું હતું આ મહત્વનું કામ, કેરટેકરે કર્યો ખુલાસો
NCB કરી રહી છે રિયાને પૂછપરછ
સૂત્રોનું માનીએ તો હાલ સમીર વાનખેડે રિયાને સવાલ જવાબ કરી રહ્યાં છે. કાલે રિયાએ NCBને જે જવાબ આપ્યા તેના આધારે આજે supplimentary question બનાવવામાં આવ્યાં છે. આજના સવાલોની શરૂઆત રવિવારે પૂછાયેલા કેટલાક સવાલોથી થઈ હતી. એનસીબી એ જાણવા માગતી હતી કે કાલના તેના જવાબ અને આજના તેના જવાબમાં કેટલી સમાનતા છે. કાલે તેણે આપેલા ગોળગોળ જવાબોથી એનસીબી સંતુષ્ટ નથી. આ સાથે જ રિયાને કેટલાક ડોક્યુમેન્ટ આપવાનું કહ્યું હતું, જે તે આજે લઈને આવી છે.
Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'
NCBના રિયાને સવાલ
સૂત્રોને જણાવ્યાં મુજબ એનસીબીએ પોતાની પૂછપરછમાં કાલે રિયા પાસે આ સવાલોના જવાબ માંગ્યા હતાં.
1. વોટ્સએપ ચેટમાં તમે પોતે હતાં? જો હાં તો કોની કોની સાથે ડ્રગ્સને લઈને ચેટ થઈ હતી?
2. તમારો ભાઈ શોવિક તમારા કહેવા પર ડ્રગ્સ લાવતો હતો? કે પછી તમે શોવિકના સંપર્કમાં આવ્યાં બાદ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું?
3. શોવિક પાસે તમે કઈ કઈ ડ્રગ્સ કેટલીવાર મંગાવી?
4. સેમ્યુઅલ મિરાન્ડા દ્વારા તમે ડ્રગ્સ મંગાવી છે કે પછી હંમેશા શોવિક દ્વારા મંગાવતા હતાં.?
5. શું તમે ક્યારેય દીપેશ સાવંત પાસે ડ્રગ્સ મંગાવી છે?
6. શું તમે પોતે ડ્રગ્સ લો છો?
7. પૈસાની ચૂકવણી કોણ અને કેવી રીતે કરતું હતું?
8. શું સુશાંત સિંહ રાજપૂત પણ ડ્રગ્સ લેતો હતો?
9. જો સુશાંત ડ્રગ્સ લેતો હતો તો તમે તેને રોક્યો કેમ નહીં?
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે