Home> India
Advertisement
Prev
Next

સુશાંત કેસમાં મોટા નેતાઓની ભૂમિકા શંકાસ્પદ, પૂર્વ મંત્રીએ કરી CBI તપાસની માંગ

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)માં મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી આશીષ શેલારે (Ashish Shelar) પ્રદેશ સરકાર પર શંકા વ્યક્ત કરતા મોટો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટ દ્વારા કહ્યું કે, સુશાંત મામલે કોઇ મોટા નેતાઓની ભૂમિકા શંકાના ઘેરામાં છે જેના કારણે તથ્યોમાં ગડબળની આશંકા છે.

સુશાંત કેસમાં મોટા નેતાઓની ભૂમિકા શંકાસ્પદ, પૂર્વ મંત્રીએ કરી CBI તપાસની માંગ

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)માં મહારાષ્ટ્ર (Maharashtra)ના પૂર્વ મુખ્યમંત્રી આશીષ શેલારે (Ashish Shelar) પ્રદેશ સરકાર પર શંકા વ્યક્ત કરતા મોટો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટ દ્વારા કહ્યું કે, સુશાંત મામલે કોઇ મોટા નેતાઓની ભૂમિકા શંકાના ઘેરામાં છે જેના કારણે તથ્યોમાં ગડબળની આશંકા છે.

fallbacks

આ પણ વાંચો:- Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો

શેલારે તેમના ટ્વિટમાં કહ્યું કે, દબંગ દિરે બાંદ્રા ભાઇના NGOમાં મની લોન્ડ્રિંગનો આરોપ લગાવ્યો, પરંતુ પોલીસ ચુપ રહી! પરંતુ સોશિયલ મીડિયા પર અસ્થિર થતા લોકો કહે છે કે યુવા નેતા તેના તાર ખેંચી રહ્યાં છે?? તેમણે કહ્યું કે, કોઇપણ કેસમાં પોલીસ પીઆરઓ દૈનિક બ્રીફિંગ કરે છે, પરંતુ આ કેસમાં પોલીસના હોમ મિનિસ્ટર દૈનિક બ્રીફિંગ આપી રહ્યાં છે.

આ પણ વાંચો:- જેડીયુ નેતાનું મોટું નિવેદન, Rhea Chakrabortyને ગણાવી સોપારી કિલર, કહીં આ વાત

કેસમાં ઉઠી રહેલા સવાલો અને નિવેદનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સુશાંતના પિતા કરોડો રૂપિયા બેંકથી ટ્રાન્સફર થયાની વાત કરી રહ્યાં છે. ત્યારે ગર્લફ્રેન્ડ આ મામલે CBI તપાસ માંગી રહી છે. પરંતુ તેમ છતાં મિનિસ્ટર તપાસના આદેશ આપવાનો ઇન્કાર કરી રહ્યાં છે. શેલારે વધુમાં કહ્યું કે, પોલીસ નિર્દોશોની પૂછપરછ કરવામાં તેમનો સમય બરબાદ કરી રહી છે અને શંકાસ્પદ લોકોને નજર અંદાજ કરી રહ્યાં છે. આ મામલે સીબીઆઇ તપાસ જરૂરી છે જેથી સત્ય સૌની સામે આવી શકે અને ગુનેગારોને સજા મળી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More