Home> India
Advertisement
Prev
Next

ડ્રગ્સ કેસ: હવે NCBના રડાર પર આવશે આ એક્ટર્સ, જુઓ તેમના નામની યાદી 

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડારમાં હવે એ તમામ એક્ટર્સ આવનારા દિવસોમાં આવશે જેમનું પીઆર KWAN કંપની જુએ છે. આ એક્ટર્સનું નામ છે...

ડ્રગ્સ કેસ: હવે NCBના રડાર પર આવશે આ એક્ટર્સ, જુઓ તેમના નામની યાદી 

નવી દિલ્હી: ડ્રગ્સ રેકેટમાં બોલિવુડની અનેક મોટી હસ્તીઓની મુશ્કેલીઓ વધી શકે છે. રિયા ડ્રગ્સ કેસ (Drugs Case) ની તપાસની આંચ દીપિકા પાદુકોણ સુધી પહોંચી શકે છે. ડ્રગ્સ કનેક્શનમાં બોલિવુડ (Bollywood) ની મોટી હસ્તીઓમાંની એક દીપિકાનું નામ સામે આવ્યું છે. દીપિકા (Deepika Padukone ) અને તેની મેનેજર કરિશ્માની ડ્રગ્સ ચેટ સામે આવી છે. કથિત ચેટમાં D અને Kનો ઉલ્લેખ છે. NCBના સૂત્રોના જણાવ્યાં મુજબ ચેટમાં Dનો અર્થ દીપિકા પાદુકોણ છે અને Kનો અર્થ કરિશ્મા પ્રકાશ છે. 2017ની આ ડ્રગ્સ ચેટમાં હેશ અને વીડનો ઉલ્લેખ છે. 

fallbacks

ડ્રગ્સ કેસ:  Deepika Padukone ની 'હેલોવીન પાર્ટી'માં હતા આ 2 અભિનેતા અને એક અભિનેત્રી

NCBના રડારમાં આવશે આ હસ્તીઓ
સૂત્રોના જણાવ્યા મુજબ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડારમાં હવે એ તમામ એક્ટર્સ આવનારા દિવસોમાં આવશે જેમનું પીઆર KWAN કંપની જુએ છે. આ એક્ટર્સનું નામ છે...

1. દીપિકા પાદુકોણ
2. શ્રદ્ધા કપૂર
3. સોનમ કપૂર
4 રણબીર કપૂર
5 રીતિક રોશન
6. ટાઈગર શ્રોફ
7. જેકલીન ફર્નાન્ડિસ

Sushant Singh Rajput એ 11 જૂને વીડિયો કોલ પર વ્યક્ત કર્યો હતો ડર, જાણો સમગ્ર વાતચીત

દીપિકા પાદુકોણની 'હેલોવીન પાર્ટી'નું સત્ય
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મૃત્યુ સંલગ્ન ડ્રગ્સ (Drugs Case)  એંગલમાં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) બોલિવૂડના અનેક સિતારાઓને સમન પાઠવી રહી છે. ગત રાતે આ કડીમાં એક નવું નામ આવ્યું દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની મેનેજર કરિશ્મા પ્રકાશનું. આ બાજુ હવે બોલિવુડમાં દીપિકાની ડ્રગ્સવાળી 'હેલોવીન પાર્ટી'નું સત્ય સામે આવી રહ્યું છે. જેમાં હવે ત્રણ પાત્રો જોડાઈ ગયા છે. આ નામ છે સોનાક્ષી સિન્હા, સિદ્ધાર્થ મલ્હોત્રા, આદિત્ય રોય કપૂર.  ZEE NEWS પર બોલિવુડમાં ડ્રગ્સ કેસ પર હાલનો આ સૌથી મોટો ખુલાસો છે. 

Deepika Padukone ની ડ્રગ્સ ચેટથી ખળભળાટ, ટોચની અભિનેત્રી નશા માટે 'કરગરતી' જોવા મળી!

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને દિપીકા પાદુકોણની એક ચેટ મળી છે. જેમાં તે ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીની  કર્મચારી કરિશ્મા પ્રકાશ સાથે ચેટ  કરી રહી છે. આ ચેટમાં તે કરિશ્મા પાસે હશીશ નામનું ડ્રગ્સ માંગે છે. અહીં નોંધનીય વાત એ છે કે આ ચેટ 28 ઓક્ટોબર 2017ની છે અને એ રાતે દીપિકા પાદુકોણને કરિશ્મા પૂછી રહી છે કે તમે કોકો ક્યાં સુધીમાં પહોંચશો? જેના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે લગભગ 11:30થી 12 વાગ્યાની વચ્ચે.

દીપિકા સાથે હતાં આ ત્રણ મોટા સિતારાઓ
અહીં તમને જણાવીએ કે કોકો એ મુંબઈના એકદમ પોશ પબનું નામ છે. અહીં છાશવારે બોલિવુડની મોટી પાર્ટીઓ થાય છે. અહીંની પાર્ટીઓમાં અનેક મોટી ફિલ્મી હસ્તીઓ ભાગ લે છે. ઝી મીડિયાને પોતાના ઈન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે આ તારીખે એટલે કે 28 ઓક્ટોબર 2017ના રોજ આ જગ્યાએ (કોકો)માં એક હેલોવીન પાર્ટી થઈ હતી. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણની સાથે સોનાક્ષી સિન્હા, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર પણ સામેલ હતા. 

Sushant Case: રિયા ચક્રવર્તીને મળ્યો મોટો આંચકો, હવે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ

કોકો પબે પોતે આ પાર્ટીના બે દિવસ બાદ તેની તસવીર પોતાના ફેસબુક પેજ પર શેર કરી હતી. હવે સવાલ એ ઉઠે છે કે આખરે એ રાતે પાર્ટીમાં શું થયું? શું દીપિકાએ કરિશ્મા પાસે આ પાર્ટી માટે ડ્રગ્સ માગ્યું? આ હેલોવીન પાર્ટીનું આખરે સત્ય શું છે? શું સોનાક્ષી, સિદ્ધાર્થ અને આદિત્ય આ પાર્ટીનું સત્ય જણાવશે?

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More