મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની બહેને રિયા ચક્રવર્તીને પોતાની વાત રજૂ કરવા મંચ આપવા બદલ એક ટીવી ન્યૂઝ ચેનલ પર નારાજગી વ્યક્ત કરી છે. નેશનલ ટીવી ન્યૂઝ ચેનલ પર રિયા ચક્રવર્તીનો ઈન્ટરવ્યુ દેખાડવા બદલ સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ટ્વિટ કરીને કહ્યું કે આ મારા ભાઈ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગણી કરતા લોકોનું અપમાન છે.
Sushant Case: પહેલીવાર CBI કરી રહી છે રિયાના ભાઈની પૂછપરછ, 6 લોકો છે ગેસ્ટ હાઉસની અંદર
Aaj Tak is interviewing Rhea Chakraborty for 2 hours and planning to air that interview on a national platform. If that happens it will be an utter disgrace and slap on the face of 130 Crore Indians fighting for justice of my Brother. #ArrestRheaChakroborty
— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020
રિયાનો ઈન્ટરવ્યુ 130 કરોડ ભારતીયોનું અપમાન
સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ટ્વિટ કરીને કહ્યું કે આજ તક 2 કલાકથી રિયા ચક્રવર્તીનો ઈન્ટરવ્યુ લઈ રહી છે અને આ ઈન્ટરવ્યુને નેશનલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરવાની યોજના બનાવી રહી છે. જો આમ થાય તો તે મારા ભાઈના ન્યાય માટે લડત લડતા 130 કરોડ ભારતીયોના ચહેરા પર થપ્પડ અને ઘોર અપમાન હશે.
સુશાંત કેસ: મુંબઇ પોલીસનો પર્દાફાશ? પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં થયેલી ગડબડ સામે આવી
શ્વેતા સિંહ કિર્તીએ આગામી ટ્વિટમાં લખ્યું કે "ભારત સરકારે એ જોવાની જરૂર છે કે એક મુખ્ય આરોપીને ઈન્ટરવ્યુ આપવા અને પબ્લિસિટી સ્ટંટ કરવાની તક મળવી જોઈએ નહીં."
Government of India needs to see to it that a prime accused should not be moving around giving interviews and doing publicity stunts!!! #ArrestRheaChakroborty
— shweta singh kirti (@shwetasinghkirt) August 27, 2020
સુશાંતના પિતાનો રિયા પર આરોપ
આ બધા વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી (Reha Chakraborty) પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે રિયા તેમના પુત્રને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. રિયા તેમના પુત્રની હત્યારણ છે. આ નિવેદનની સાથે જ સુશાંતના પિતાએ રિયાની ધરપકડની માગણી કરી છે.
Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'
જ્યાં અત્યાર સુધી સુશાંતના પરિવાર તરફથી ક્યારેય સુશાંતના મોતને હત્યાનો કેસ ગણાવવામાં આવ્યો નહતો. પરંતુ હવે સુશાંત સિંહના પિતા કે કે સિંહે કહ્યું છે કે રિયા મારા પુત્રને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તે મારા પુત્રની હત્યારણ છે. સુશાંતના પિતાના આ નિવેદન બાદ હવે આ આખો કેસ યુટર્ન લેતો જોવા મળી રહ્યો છે.
અંકિતા લોખંડેના અડધા ફ્લેટ પર કબ્જો કરશે સુશાંતનો પરિવાર? જાણો શું છે મામલો
આ રીતે થયો હતો ખુલાસો
અત્રે જણાવવાનું કે હાલમાં જ સામે આવેલા ઈડીના લેટર મુજબ રિયા ડ્રગ્સ લેતી હતી. ડ્રગ્સ ખરીદવાનું કામ પણ રિયા કરતી હતી. સુશાંતને ચા, કોફી અને પાણીમાં રિયા સીબીડી ઓઈલ નામનું ડ્રગ્સ આપતી હતી. આ જ કારણ છે કે હવે નાર્કોટિક્સ એજન્સીના કાન ઊંચા થઈ ગયા છે. NCB પોતાના ઈન્ટેલિજન્સ સર્વિલાન્સ દ્વારા રિયાની તમામ મૂવમેન્ટની તપાસ કરશે. રિયાની તમામ પાર્ટી, રેસ્ટોરન્ટ, હોટલ અને દેશ વિદેશમાં ટૂર જેવા તમામ પહેલુઓ પર ઝીણવટભરી તપાસ થશે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે