મુંબઈ: બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સુશાંતના નીકટના મિત્ર સુનીલ શુક્લાએ એક ગંભીર આરોપ લગાવીને રિયા ચક્રવર્તીના શિવસેના પાર્ટી સાથેના કનેક્શનની તપાસની માગણી કરી છે.
ડ્રગ્સ કેસમાં દિગ્ગજ અભિનેતાઓના નામ ઉછળ્યા, NCBએ શું કહ્યું તે જાણો
સુનીલ શુક્લાના આરોપો મુજબ રિયા ચક્રવર્તી મહારાષ્ટ્રના લોનાવાલામાં પાવના લેક પાસે જમીન ખરીદવા માંગતી હતી. મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ જમીન ખરીદવા માટે રિયાએ કથિત રીતે વન મંત્રી સંજય રાઠોડ સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ ત્યારબાદ લોકડાઉનના કારણે આ ડીલ થઈ શકી નહીં.
સુનીલ શુક્લાએ સીબીઆઈને આ અંગે પણ તપાસ કરીને સત્ય સામે લાવવાની અપીલ કરી છે. આ મામલે હાલ શિવસેનાના મંત્રી સંજય રાઠોડનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. જો આરોપોમાં થોડી પણ સચ્ચાઈ હશે તો આવનારો સમય રિયા માટે મુસીબતોવાળો રહેશે.
Bollywood drugs case: રિયા ચક્રવર્તી વિશે NCBએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો
હેંગ આઉટ વિલામાં પાર્ટી કરતા હતા સુશાંત
નોંધનીય છે કે પાવના વિસ્તારમાં સુશાંત સિંહ રાજપૂતે 'હેંગ આઉટ વિલા' નામના એક ફાર્મ હાઉસને ભાડે લીધુ હતું. અહીં તેઓ અવરનવર રજાઓ ગાળવા આવતા હતાં. હાલમાં જ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આ ફાર્મ હાઉસમાંથી સુશાંતની કેટલીક નોટ્સ અને અન્ય ચીજો મેળવી હતી. એટલું જ નહીં આ ફાર્મ હાઉસના કેર ટેકર અને અહીંના એક બોટમેને એનસીબીને આપેલા નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે આ ફાર્મ હાઉસ પર સુશાંતે અલગ અલગ સમયે રિયા ચક્રવર્તી, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે પાર્ટીઓ કરી હતી.
આખરે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતના નિધન પર 'મૌન તોડ્યું', જાણો શું કહ્યું?
કોઈને પણ ક્લિન ચીટ મળી નથી
એનસીબી તપાસ કરી રહી છે કે આ પાર્ટીઓમાં ફિલ્મી હસ્તીઓએ ડ્રગ્સ લીધુ હતું કે નહીં. આ મામલે એનસીબીએ અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ, રકુલપ્રીત, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને સિમોન ખંભાતાની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનસીબીએ અત્યાર સુધીમાં કોઈને પણ ક્લિન ચીટ આપી નથી. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે તેમાં મોટા એક્ટર્સના નામ સામે આવ્યા છે. જેમની પૂછપરછ માટે એનસીબી જલદી સમન પાઠવી શકે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે